શ્રાવણ મહિનાનુ હિંદુ ધર્મમાં ઘણુ મહત્વ છે. શ્રાવણ મહિનો હિંદુઓમાં પવિત્ર મહિનો ગણવામાં આવે છે.અને આ મહિનામાં અનેક મોટા તહેવારો આવે છે અને તેમાં નાગપંચમી પણ એક છે. આ મહિનામાં નાગપંચમીનુ પણ વિશેષ મહત્વ છે. કેટલાક સ્થાન પર શ્રાવણ મહિનાનાં કૃષ્ણ પક્ષની તો કેટલાક સ્થાન પર શુક્લ પક્ષની પંચમીને નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે. ગિજરાતમાં નાગપંચમી કૃષ્ણ પક્ષ પચમી દરમિયાન આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે શ્રાવણ મહિનામાં જ નાગપંચમી ઉજવવામાં આવે છે. અને તેનું મહત્વ.

પૂજાનું શુભ મુહૂર્ત

આ વર્ષે ગુજરાતમાં નાગપંચમી શુક્રવાર ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ મનાવવામાં આવશે.નાગુંચમીની પૂજા માટે શુભ સમય સવારે 05:49 થી 08:28 સુધી છે.

ભગવાન શિવ તેમની ૫ નાગપુત્રીઓ

ભગવાન શિવ અને પાર્વતીને ૫ કન્યાઓને જન્મ આપ્યો હતો. તે પાંચમ કન્યાઓ નાગરૂપમાં જન્મી હતી. શિવજીની લીલાના કારણે તેમના જન્મની જાણકારી દેવી પાર્વતીને નહોતી. પરંતુ શિવજીને પોતાની આ પુત્રીઓ વિશે જાણકારી હતી અને તેમને મળવા દરરોજ જતા હતા. દેવી પાર્વતીને શંકા થવા લાગી કે આખરે મહાદેવ જાય છે ક્યાં. એક દિવસ દેવી પાર્વતી ભગવાન શિવજી પાછળ ગયા અને જોયું તો તે શિવજી નાગ કન્યાઓ સાથે રમી રહ્યા હતા. આ જોઇને પાર્વતીજી ગુસ્સે થયા હતા. પરંતુ શિવજીએ તેમને સમજાવ્યા કે આ તેમની જ પુત્રીઓ જ છે. આ પાંચ નાગ કન્યાઓ પૃથ્વી પર મનુષ્યનુ કલ્યાણ કપશે. શ્રાવણ મહિનામાં જે કોઇ તેમની પૂજા કરશે તેમના પરિવારમાં સર્પદંશનો ભય નહીં રહેશે.

જનમેજયના યજ્ઞમાં નાગોની રક્ષા

શ્રાવણમાં નાગ પૂજા વિશે પુરાણોમાં એક અન્ય કથા જોવા મળે છે. જે મુજબ જનમેજયના નાગ યજ્ઞમાં સળગવાથી બચવા માટે નાગવંશી નાગોએ આસ્તિક મુનિ અને રાજા જનમેજયને કહ્યુ કે શ્રાવણ મહિનાની પાંચમ પર જે લોકો નાગવંશી નાગોની પૂજા કરશે તેમના ઘરમાં નાગ દંશનો ભય નહિ રહે. જે લોકો આસ્તિક મુનિનું નામ ઘરની બહાર લખશે તેમનાં ઘરમાં પણ નાગ પ્રવેશ નહિ કરે. એટલા માટે શ્રાવણ મહિનીમાં નાગની પૂજા કરવામાં આવે છે.

નાગપૂજાનું વ્યવહારીક કારણ

ધાર્મિક ઉપરાંત શ્રાવણમાં નાગપૂજાનું વ્યવહારીક કારણ પણ છે. આ સમયે વરસાદનાં કારણે પાણી ભરાઇ જતા હોય છે. જેનાથી સર્પ જાતિ બહાર નીકળે છે અને તેમને સર્પદંશનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં નાગના ભયથી મુક્ત થવા માટે અને તેમના પરિવારની સુર₹ક્ષા માટે લોકો આ સિઝનમાં નાગની પૂજા કરે છે. નાગપંચમીના દિવસે ભગવાન શિવના ગળામાં હાર બનેલા વાસુકી નાગ, ભગવાન વિષ્ણૂની શૈય્યા બનેલા શેષનાગ, કાલિયા નાગ અને તક્ષક નાગની મુખ્યરૂપે પૂજા કરવામાં આવે છે.