દમાસ્કસ-

સીરિયામાં મોંઘવારી આસમાને પહોંચી છે, સ્થિતી એવી સર્જાઇ છે કે સીરિયાની સરકારને હવે 5 હજાર લીરાની નવી નોટ જારી કરવી પડી છે, સીરિયાનાં ચલણમાં હોય તેવી આ સૌથી મોટી નોટ છે, સીરિયાની કેન્દ્રીય બેંકએ નવી નોટ અંગે કહ્યું કે બજારની જરૂરીયાતને પુરી કરવા માટે આ નોટ જારી કરવામાં આવી છે, આ બેંક નોટમાં એક તરફ સીરિયાનાં ઝંડાને સલામી આપતા સૈનિકની તસવીર છે.

સીરિયા લગભગ એક દશકાથી ગૃહ યુધ્ધ સામે ઝઝુમી રહ્યું છે, વર્ષ 2011માં સ્થાનિક સંકટનો આરંભ થયા બાદ સીરિયાનું ચલણ લીરા સતત નબળું પડી રહ્યું છે, 10 વર્ષ પહેલા એટલે કે 2011માં એક ડોલર બરાબર 47 લીરા હતા, જે હવે નબળું પડીને 1 ડોલરનાં 1250 મળી રહ્યા છે, ખુલ્લા બજારમાં લગભગ 2500 સુધી પહોચ્યું છે. 

દેશનું ચલણ નબળું પડતા સીરિયામાં ખાદ્ય સામગ્રીઓ અને જરૂરી ચીજ વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી છે, સીરિયાનાં કેન્દ્રીય સ્ટેટેસ્ટિક બ્યુરોનાં જણાવ્યા પ્રમાણે સરેરાસ મોંઘવારીનો દર વર્ષ 2020માં 200 ટકાએ પહોચ્યો હતો, ચીજોની મોંઘવારી 300 ટકા સુધી પહોંચી છે, જીવન જરૂરીયાતની ચીજો, ખાદ્ય પદાર્થો જેવા કે દાળ અને વનસ્પતિ તેલની કિંમતોમાં લગભગ 15 ટકાની વૃધ્ધી થઇ છે.