આણંદ : ૨૩ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ યોજાયેલી અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણીમાં એક તરફ ચેરમેન બિનહરીફ બનતાં વાઇસ ચેરમેન માટે મતદાન કરવામાં આવ્યું હતું. જાેકે, એ પહેલાં સરકારના પ્રતિનિધી ચૂંટણીમાં મત આપી ન શકે તેવી હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી. પરિણામે હાઇકોર્ટેના નિર્દેશ અનુસાર મતદાન કરવામાં આવ્યું હતું. સરકારી પ્રતિનિધીના મત સીલબંધ કરાયાં બાદ હોઇકોર્ટમાં પેન્ડિંગ અરજીના નિકાલ પછી સરકારી પ્રતિનિધીના મત વિશે નિર્ણય લેવાનો નિર્દેશ હાઇકોર્ટે આપ્યો હતો. આ મુદ્દે છેલ્લા ચાર માસથી હાઈકોર્ટમાં તારીખ પડતી રહી છે. આજે વધુ એકવાર તારીખ પડતાં હવે સુનાવણી આગામી ૨૦મી પર નિર્ધારિત કરવામાં આળી છે. જાેકે આજે સરકારના પ્રતિનિધીઓ દ્વારા પોતાના અલગથી વકીલ રોકવામાં આવતાં એવી ચર્ચા સાંભળવા મળી હતી કે, સરકારના આ પ્રતિનિધીઓને સરકાર પર ભરોસો નથી કે શું?

સૂત્રોનું કહેવું છે કે, આશરે સાત હજાર કરોડ ઉપરાંતનું ટર્ન ધરાવતી અમૂલ ડેરી પર સરકાર દ્વારા પૂર્ણતઃ સત્તા હસ્તગત કરવા ગત ૨૩ ઓક્ટોબરે ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. ચેરમેનની બેઠક બિનહરિફ થતાં વાઇસ ચેરમેન માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં સરકાર દ્વારા નિયુક્ત પ્ર્‌તિનિધી પણ મતદાન કરે તેવો તખતો ગોઠવાતાં વિપક્ષ દ્વારા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી. આ મુદ્દે હાઇકોર્ટે દિશા નિર્દેશ આપી ચૂંટણીની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હાઇકોર્ટના નિર્દેશ મુજબ વાઇસ ચેરમેનની બેઠક માટે મતદાન કરાયું હતું. સરકારી પ્રતિનિધીઓના મતદાન અધિકાર બાબતની દાદ હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી તેઓના મત સીલબંધ રાખવામાં આવ્યાં છે. હાઇકોર્ટમાં અરજીના નિકાલ બાદ સરકારી પ્રતિનિધીના મત બાબતે નિર્ણય કરવામાં આવશે.

હવે છેલ્લાં ચાર માસથી આ અરજીની સુનાવણીમાં તારીખો પડતી હોવાથી અમૂલમાં વાઇસ ચેરમેનની બેઠક પર કોણ બેસશે તેનો નિર્ણય થઈ શક્યો નથી. આજે વધુ એકવાર તારીખ પડતાં હવે આગામી ૨૦મીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ વચ્ચે આજે સરકાર નિયુક્ત પ્રતિનિધી દ્વારા અલગ વકીલ રોકવામાં આવતા સહકારી વર્તુળમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે, શું સરકારના પ્રતિનિધીઓને જ સરકાર પર ભરોસો નથી કે શું?