ગાંધીનગર, ગુજરાતમાં મેઘતાંડવથી માર્ગો અને રોડ રસ્તા તૂટી ગયા છે. જેને લઇને આગામી ૧ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં તૂટેલા રોડ રસ્તાનું સમારકામ કરવાનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં અનરાધાર વરસાદના પગલે રાજ્યના રોડ રસ્તા જેમકે ધોરી માર્ગ ઉપરાંત પંચાયત હતસ્કના માર્ગ તૂટી ગયા છે. જેને લઇને રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા તૂટેલા રસ્તાઓનું રીપેરીંગ સત્વરે શરૂ કરવામાં આવશે અને આગામી ૧ થી ૧૦ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે તૂટેલા રોડ-રસ્તાઓ નું રીપેરીંગ ખાસ અભિયાન શરૂ કરવામાં આવશે તેમ રાજ્યના માર્ગ મકાન મંત્રી પૂર્ણશ મોદીએ જણાવ્યું છે.આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પડેલા વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે. જાેકે આ માટે ગત શનિવારના રોજ માર્ગ-મકાન વિભાગ દ્વારા ખાસ બેઠક આયોજીત કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં કેટલા રોડ-રસ્તાઓને કેવા પ્રકારનું નુકસાન થયું છે ,તેની વિગતો એકત્રિત કરી હતી અને તેના ભાગરૂપે આગામી ૧ થી ૧૦ ઓક્ટોબર એટલે કે દસ દિવસ સુધી સમગ્ર ગુજરાતના તૂટેલા રોડ રસ્તાઓનું રીપેરીંગ અભિયાન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ ઉપરાંત ભાદરવી પૂનમના અંબાજી મેળા અંગે રાજ્ય સરકારે કરેલા ર્નિણયની માહિતી આપતા કેબિનેટ મંત્રી પૂર્ણશ મોદી સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિના કારણે આ વખતે અંબાજી ખાતે યોજાતો પારંપરિક ભાદરવી પૂનમનો મેળો આયોજિત નહીં કરવાનો ર્નિણય રાજ્ય સરકારે કરે છે. જાેકે શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે.આ અંગે સરકારના વિભાગ દ્વારા કરેલી તૈયારીઓ અને દર્શનાર્થીઓ માટે ઉભી કરેલ સુવિધા અંગે વિગતો આપતા પૂર્ણશ મોદીએ જણાવ્યું હતું કે ભાદરવાની પૂનમ અંતર્ગત અંબાજી આવતા દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તે માટે યાત્રાધામ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ અંગે તેમણે કહ્યું હતું કે વીજળી પાણી પાર્કિંગ ભોજન વ્યવસ્થા તેમજ આરોગ્ય લક્ષી હેલ્પ સેન્ટર પણ અંબાજી ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્શનાર્થીઓની ઓનલાઇન માતાજીના દર્શન થઈ શકે તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી દર્શન માટે સુવિધા ઊભી કરી હોવાનું જણાવ્યું હતું.