ટીમ મહારાષ્ટ્ર સરકારના આદેશ અનુસાર શૂટિંગ કરી રહી છે જેને કારણે તેમને શોના અમુક ફોર્મેટમાં ફેરફાર કરવો પડ્યો. શો સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું કે, નિયમ અનુસાર ટીમ વધુ લોકો સાથે શૂટિંગ કરી શકતી નથી, આવામાં મેકર્સે સૌથી પહેલા લાઈવ ઓડિયન્સ વગર શૂટ કરવાનો નિર્ણય લીધો.

અંદાજે ચાર મહિના પછી કપિલ શર્મા અને તેની ટીમે ધ કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં જ લોકડાઉન દરમ્યાન પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવાને કારણે ચર્ચામાં રહેલ એક્ટર સોનુ સૂદે ટીમ સાથે શૂટિંગ કર્યું. ચેનલે આ સ્પેશિયલ એપિસોડને એક ઓગસ્ટના ટેલિકાસ્ટ કરવાનું પ્લાનિંગ કર્યું છે.

 આ એપિસોડમાં બધા દર્શકોને એક મોટો ફેરફાર જોવા મળશે કારણકે હવે લાઈવ ઓડિયન્સને બદલે કાર્ડબોર્ડ કટઆઉટથી બનેલ દર્શકો જોવા મળશે. અત્યારસુધી શોમાં એક સેગમેન્ટ હતો જેમાં શોમાં હાજર ઓડિયન્સ શોના ગેસ્ટ સાથે સવાલ જવાબ કરતા જે હવે નહીં થાય. સેટ પર અમુક આર્ટિસ્ટ તેમના ઘરેથી જ મેકઅપ કરીને આવી રહ્યા છે જેથી સેટ પર સુરક્ષિત રહી શકાય.