અક્ષય કુમારની આગામી એક્શન ફિલ્મ 'સૂર્યવંશી' ઓટીટી પ્લેટફોર્મના બદલે સિનેમાઝમાં રિલીઝ થશે. રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટેડ 'સૂર્યવંશી'ને આ વર્ષે દિવાળીમાં રિલીઝ કરવામાં આવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા આ ન્યૂઝ આપવામાં આવ્યા હતા. ઉપરાંત સ્પોર્ટ્સ ફિલ્મ '83' પણ થીએટર્સમાં રિલીઝ થશે. જેને ક્રિસમસ વીકમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

આ ફિલ્મમાં રણવીર સિંઘ ભૂતપૂર્વ સુકાની કપિલ દેવ તરીકે જોવા મળશે. આ બંને ફિલ્મ્સ આ વર્ષની શરૂઆતમાં-માર્ચ અને એપ્રિલમાં રિલીઝ થવાની હતી અને કોરોના વાઇરસના કારણે લોકડાઉન લાગુ કરવાના કારણે એની રિલીઝને મોકૂફ રાખવામાં આવી હતી. આ પહેલાં સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું કે, સુશાંત સિંઘ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' સિવાય અક્ષય કુમારની આગામી ફિલ્મ 'લક્ષ્‍મી બોમ્બ', અજય દેવગનની 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા', આલિયા ભટ્ટની 'સડક 2', અભિષેક બચ્ચનની 'ધ બિગ બુલ', વિદ્યુત જામવાલની 'ખુદા હાફિઝ' તેમજ કુણાલ ખેમુની 'લૂટકેસ' પણ ઓનલાઇન રિલીઝ થશે.