દિલ્હી-

કેન્દ્ર સરકારે જીએસટીને લઈને કરદાતાઓને મોટી રાહત આપી છે. નાણાં મંત્રાલયે વેપારીઓને આપવામાં આવતી જીએસટી છૂટને બમણી કરી દીધી છે. જે હેઠળ હવે વાર્ષિક 40 લાખ રૂપિયા સુધીની આવક કરનારા વેપારીઓને જીએસટીમાંથી મુક્તિ મળશે. 

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, જીએસટી લાગુ થયા પછી કરદાતાઓનો બેસ લગભગ બમણો થઈ ગયો છે. જ્યારે જીએસટી અમલમાં આવ્યું તે સમયે જીએસટી દ્વારા આવરી લેવામાં આવેલી એસેસીઝની સંખ્યા લગભગ 65 લાખ હતી, જે હવે વધીને 1.24 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમજ જીએસટીમાં બધી પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વચાલિત છે.

મંત્રાલયે કહ્યું કે,લોકો જે દરે ટેક્સ ચૂકવતા હતા, જીએસટી વ્યવસ્થામાં તેમાં ઘટાડો થયો છે. રેવન્યુ ન્યૂટ્રલ રેટ (આરએનઆર) સમિતિના જણાવ્યા અનુસાર મહેસૂલ તટસ્થ દર 15.3 ટકા છે. જ્યારે રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, જીએસટીનો વેટ રેટ દર માત્ર 11.6 ટકા છે.

જીએસટીમાં 17 સ્થાનિક ચાર્જ છે. દેશમાં 1 જુલાઈ, 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી નાણાં પ્રધાન હતા. મંત્રાલયે ટ્વીટ કર્યું, આજે આપણે અરુણ જેટલીને યાદ કરી રહ્યા છીએ. જીએસટીના અમલીકરણમાં તેમનો મહત્ત્વનો ભાગ હતો. તે ઈતિહાસમાં ભારતીય કરવેરાના સૌથી મૂળભૂત ઐતિહાસિક સુધારણા તરીકે ગણાશે.