દિલ્હી-

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે લોન મોરેટોરિયમ એટલે કે ઈએમઆઈમાં રાહતની સમય મર્યાદા બે વર્ષ સુધી વધારવામાં આવી શકે છે. મંગવારે ભારત સરકારનો પક્ષ રાખતા સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે લોનની ચૂકવણી પર મોરાટોરિયમ બે વર્ષ માટે વધારવામાં આવી શકે છે. મામલે સુપ્રીમ કોર્ટે મંગવારે સુનાવણી ટાળી દીધી છે. મામલે કોર્ટ બુધવારે ફરી સુનાવણી કરશે.

કોરોના મહામારી અને લોકડાઉનને જોતા આરબીઆઈએ ત્રણ મહિનાની લોનની ઈએમઆઈ ચૂકવણીમાં મોરેટોરિયમની ઘોષણા કરી હતી. બાદમાં તેને ત્રણ મહિના માટે વધુ આગ વધારવામાં આવી. અરજદારની દલીલ છે કે કોરોના મહામારીના કારણે ઉત્પન્ન થયેલ આર્થિક હાલાતમાં સુધારો નથી બલકે સ્થિતિ વધુ ખરાબ બની છે. એવામાં મોરેટોરિયમની સુવિધાને ડિસેમ્બર 2020 સુધી વધારવી જોઈએ. 

અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે મોરેટોરિયમ પીરિયડ બે વર્ષ સુધીનો થઈ શકે છે. આરબીઆઈ અને બેંક મળીને જલદી જ આના પર ફેસલો લેશે. જો કે બધા સેક્ટરને રાહત નહિ મે. એસજી તુષાર મેહતાએ કહ્યું કે અમે પ્રભાવિત ક્ષેત્રોની ઓળખ કરવાની પ્રક્રિયામાં છીએ, જે મહામારીને પગલે થયેલ નુકસાનના પ્રભાવ મુજબ અલગ અલગ લાભ ઉઠાવી શકે છે. 

કોર્ટે કહ્યું કે અદાલતમાં પહેલા જ આ મામલે ત્રણ વખત સુનાવણી ટળી ચૂકી છે. અદાલતે ફરી એકવાર કહ્યું કે સરકારે આ મામલે વ્યાજબી રહેવું પડશે. પાછલા અઠવાડિયે પણ આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પ્રત્યે સખ્ત ટિપ્પણી કરતા કહ્યું હતું કે લોન મોરેટોરિયમના મામલે તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે જલદી જ સોગંધનામું આપે અને રિઝર્વ બેંકની પાછળ છૂપાઈને ખુદને બચાવે નહિ.