સાંસદ રંજનબેન ભટ્ટ સમા વિસ્તારમાં આવેલ નૂતન વિદ્યાલયમાં વોર્ડ નં.૩ના મતદાન મથકની અંદર જતાં વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસના એજન્ટોએ બૂથની અંદર કેવી જઈ શકાય તેમ કહી વિરોધ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. જાે કે, સાંસદ રંજનબેન ભટ્ટ બૂથની મુલાકાત લઈને તરત જ ત્યાંથી નીકળી ગયાં હતાં. હોબાળાની આ ઘટનાને પગલે પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.