વડોદરા, તા.૨૫

વડોદરાના મેયર નિલેશસિંહ રાઠોડની સામે ગંભીર આક્ષેપો કરતી નનામી પત્રિકાકાંડમાં વડોદરા કોર્પોરેશનમાં સાથી કાઉન્સિલર અને ભાજપ પક્ષના નેતા અલ્પેશ લિંમ્બાચિયાની ધરપકડ થતા ભાજપા મોરચે ખળભળાટ મચી ગયો હતો.જાેકે, લિંમ્બાચિયાએ ધરપકના બે દિવસ પૂર્વેજ પક્ષના નેતા પદે થી રાજીનામુ આપ્યુ હતુ.શહેર ભાજપા દ્વારા પત્રિકાકાંડના આ ગંભીર પ્રકરણમાં ચાર દિવસમાં જવાબ આપવા શો કોઝ નોટીસ આપી છે. તો બીજી તરફ આજે પક્ષના નેતા પદેથી લિમ્બાચિયાએ રાજિનામુ આપ્યુ છે.જે પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યુ હોંવાનો પત્ર શહેર ભાજપા દ્વારા પાલિકાને મોકલાતા પાલિકાની વડી કચેરી સ્થિત ભાજપા કાર્યાલય માંથી પક્ષના નેતા તરીકે ફાળવેલા કેબીનની બહાર લગાવેલી અલ્પેશ લિંમ્બાચિયાના નામની પ્લેટ દૂર કરવામાં આવી હતી.

મેયરની સામે ભ્રષ્ટ્રાચારના આક્ષેપ કરતી નનામી પત્રિકાને લઈને શહેર ભાજપાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસ થી ખળભળાટ મચ્યો છે. તેમાં આ કાંડમાં પાલિકામાં શાસક પક્ષના નેતાના બે સ્વજનોનુ નામ બહાર આવ્યા બાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન ભાજપ પક્ષના પાલિકામાં નેતા અલ્પેશ લિંમ્બાચિયાનુ નામ પણ આવતા પોલીસે રવિવારે મોડીરાત્રે તેમની ધરપકડ કરી હતી.અને ભાજપ મોરચે ચકચાર મચી હતી.

જાેકે. અલ્પેશ લિંબાચિયાએ ધરપકડ પૂર્વેજ પક્ષના નેતા પદે થી રાજીનામુ આપતા ભાજપા દ્વારા તેને સ્વીકારવામાં આવ્યુ હતુ.જ્યારે ગત રાત્રે પત્રિકાકાંડના મામલે પક્ષ વિરૂદ્ધની પવૃત્તી બદ્દલ પક્ષમાંથી બરતરફ કેમ કરવા નહી ? તેનો ચાર દિવસમાં જવાબ આપવા શો કોઝ નોટીસ પણ આપી હતી.ઉપરાંત શહેર ભાજપા પ્રમુખે અલ્પેશ લિંમ્બાચિયાને કાઉન્સિલર પદે થી ગેરલાયક ઠેરવવા માટેની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

ત્યારે આજે બપોરે શહેર ભાજપના મહામંત્રીની સહી સાથે પાલિકામાં ભાજપ પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચિયાએ પક્ષના નેતા પદે થી રાજીનામુ આપ્યુ છે જે પક્ષ દ્વારા સ્વિકારવામાં આવ્યુ છે તેની જાણ કરતો પત્ર પાલિકાના મ્યુનિ.સેક્રેટરીને મોકલતા તંત્ર દ્વારા પાલિકા સ્થિત ભાજપા કાર્યાલયમાં પક્ષના નેતા તરીકે ફાળવેલી ઓફીસ પર થી અલ્પેશ લિંમ્બાચિયાના નામની પ્લેટને દૂર કરી હતી.

નિલેશ રાઠોડ-લિંબાચિયાના ટેકેદારો વચ્ચે સ્મશાનમાં જ ગેંગવોર થતાં રહી ગઈ

પત્રિકા કાંડમાં અલ્પેશની સંડોવણી હોવાની મેયર નિલેશ રાઠોડ તેમજ તેમના ભાઈઓ અને તેમના ટેકેદારોને જાણ થઈ ગઈ હતી. દરમિયાન ગત ગુરુવારે તરસાલી વિસ્તારના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત થતા તેની અંતિમયાત્રા નીકળી હતી જેમાં નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા તેઓના ટેકેદારો સાથે જાેડાયા હતા. અંતિમયાત્રા સ્મશાનમાં પહોંચ્યા બાદ નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયાના ટેકેદારો સામસામે આવી ગયા હતા અને તેઓની વચ્ચે સ્મશાનમાં જ ગેંગવોર થાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.