/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

એસએસજીના એનસીઓટીમાં એક જ પલંગ ઉપર બે-બે દર્દીઓને રાખવાની સ્થિતિ સર્જાઈ

વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં નિરંકુશ બનેલા રોગચાળાને લીધે શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓથી ઊભરાઈ રહી છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં આવી રહેલા દર્દીઓને કારણે હાલના તાત્કાલિક સારવાર વિભાગના એનસીઓટી વિભાગમાં દર્દીઓની સારવાર માટે જગ્યા અને બેડની અછત વર્તાતાં એક જ બેડ ઉપર એકસાથે બેથી ત્રણ દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે, જેના કારણે દર્દીઓ અને તબીબો હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ફરજ પરના નર્સ્િંાગ સ્ટાફમાં પણ ભારે છૂપારોષની લાગણી જાેવા મળી હતી.

વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગની કહેવાતી આરોગ્યલક્ષી કામગીરીના પાપે શહેર-જિલ્લામાં ઋતુજન્ય અને પાણીજન્ય રોગચાળો જેવો કે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મેલેરિયા, તાવ, ઝાડા-ઊલટીના કેસો સતત વધી રહ્યા છે. જેના લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. જેમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓની બેલી એવી સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતાં હોવાથી મેડિસિન વોર્ડ હાઉસફૂલ થઈ ગયો છે. એટલું જ નહીં, તાત્કાલિક સારવાર વિભાગના એનસીઓટી વિભાગમાં સંખ્યાબંધ દર્દીઓ આવતાં જગ્યાનો અભાવ અને બેડની અછતને કારણે દર્દીઓને એક જ બેડ ઉપર બે થી ત્રણ દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે અને અત્યંત દયનીય સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિને લીધે સારવાર કરતા તબીબો, નર્સ્િંાગ સ્ટાફ અને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. શહેરમાં વકરી રહેલા રોગચાળાને લઈને તેમજ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલા દર્દીઓની સંખ્યા જાેતાં હોસ્પિટલના સત્તાધીશોને દર્દીઓના દાખલ માટે અલાયદી સુવિધા ઉપલબ્ધ કરવાની નોબત આવી છે. પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આજે હાથ ધરવામાં આવેલા અલગ અલગ વિસ્તારોના સર્વેમાં ૧૦૫ લોકોના શંકાસ્પદ સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૮ લોકોના ડેન્ગ્યૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ચિકનગુનિયાના પ૬ લોકોના સેમ્પલો લેવામાં આવેલા, જેમાં ૧૬ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાનું દર્શાવાઈ રહ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના દર્દીઓની વાસ્તવિકતા અલગ જ જણાઈ આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution