લંડન

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસનને ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ્‌સ સાથે લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર લગ્ન એક ગુપ્ત સમારંભમાં યોજાયો હતો. બોરીસ જોહ્નસન અને કેરી સાયમન્ડ્‌સની સગાઇ ૨૦૧૯માં થઇ હતી, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણના લીધે બન્નેના લગ્ન ૨૦૨૦માં થયા નહિ અને આ વર્ષે પણ કોરોના વાઇરસના કારણે ઇંગ્લેન્ડમાં ઘણા મહિનાથી લોકડાઉન થયું હતું, જેના કારણે બન્નેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.

લગ્ન વેસ્ટમિંસ્ટર કૈથેડ્રલ ખાતે થયા હતા અને સમારોહમાં ફક્ત થોડા મહેમાનો હાજર રહ્યા હતા. ઇંગ્લેન્ડમાં હાલના કોરોના વાઇરસ પ્રતિબંધો હેઠળ લગ્નમાં ૩૦ જેટલા લોકો ભાગ લઈ શકે છે. ૩૩ વર્ષની સાયમન્ડ્‌સ અને ૫૬ વર્ષના જોહ્નસનને ફેબ્રુઆરી ૨૦૨૦માં સગાઈની ઘોષણા કરી હતી. લગ્ન પહેલા બન્ને ઘણા પ્રસંગોમાં ઘણીવાર સાથે જોવા મળ્યા હતા. સાયમન્ડ્‌સની પહેલા અને જોહ્નસનના ત્રીજા લગ્ન થશે. ધ સન અનુસાર, જોહ્નસનની ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસમાં વરિષ્ઠ કર્મચારીઓ પણ લગ્નની યોજનાઓથી અજાણ હતા. જોહ્નસનની ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ૫૬ વર્ષના જોહ્નસન અને ૩૩ વર્ષની સાયમન્ડ્‌સે ફેબ્રુઆરી ૨૦૨૦માં તેમની સગાઈની ઘોષણા કરી હતી. ઓફિસમાં લગ્ન કરનારા છેલ્લા બ્રિટિશ વડાપ્રધાન ૧૮૨૨માં લોર્ડ લિવરપૂલ હતા. બ્રિટીશ વડાપ્રધાન બોરિસ જોહ્નસન અને તેની ગર્લફ્રેન્ડ કેરી સાયમન્ડ વચ્ચે ૨૩ વર્ષના ઉંમરનું અંતર છે અને વડાપ્રધાન બન્યા બાદ ૨૦૧૯થી ડાઉનિંગ સ્ટ્રીટમાં સાથે રહેતા હતા.

જ્હોનસન અગાઉ પણ બે વધુ લગ્ન કરી ચૂક્યા છે, પરંતુ તેની બન્ને પત્નિ જોડે છૂટાછેડા લેવામાં આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાને ૨૦૧૯માં લગ્ન માટે કેરી સાયમન્ડ્‌સને પ્રપોઝ કર્યો હતો. તેમણે કેરીને એ સમયે પ્રપોઝ કર્યો હતો ત્યારે તે મુસ્ટીકમાં રજા માણી રહ્યા હતા અને તેના થોડા સમય પછી બોરિસ જોહ્નસનની પાર્ટીએ ઇંગ્લેન્ડની ચૂંટણીમાં જીત મેળવી હતી અને પછી બોરિસ જોહ્નસન બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા.