દિલ્હી,

ચીન પર કોરોના વાયરસ બાદ વધુ એક ખતરનાક અને જીવલેણ બીમારી ફેલાવાનો ખતરો સામે આવી રહ્યો છે. આ બીમારીથી પહેલા પણ લાખો લોકો મૃત્યુ પામ્યા છે, આ બીમારનું નામ છે બ્યુબોનિક પ્લેગ. ત્યાંના એક સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે, ઉત્તર ચીનના એક શહેરમાં બ્યુબોનિક પ્લેગનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. રાજ્ય સંચાલિત પીપલ્સ ડેઈલી ઓનલાઈનના રિપોર્ટ પ્રમાણે, ચીનના મંગોલિયામાં સ્વાયત્ત ક્ષેત્રના બયન્ન્šરમાં પ્લેગને રોકવા અને અંકુશમાં લાવવા માટે ચેતવણી આપવામાં આવી છે.

બ્યુબોનિક પ્લેગનો શંકાસ્પદ કેસ શનિવારે બયન્નુરમાં આવેલી એક હોસ્પિટલમાં નોંધાયો હતો. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, ચેતવણીનો સમયગાળો 2020ના અંત સુધી રહેશે. ‘શહેરમાં હાલમાં બ્યુબોનિક પ્લેગ ફેલાવાનો ખતરો છે. લોકોએ પોતાની સ્વ-સુરક્ષા અંગેની જાગૃતિ અને ક્ષમતામાં સુધારો કરવો જાઈએ. જા કોઈપણ તકલીફ જણાય તો પણ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જાઈએ’, તેમ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

પહેલી જુલાઈએ રાજ્ય સંચાલિત એક ન્યૂઝ એજન્સીએ કહ્યુ હતું કે, મંગોલિયાના ખોવડમાં બ્યુબોનિક પ્લેગના બે શંકાસ્પદ કેસોની પુષ્ટિ લેબ ટેસ્ટ રિઝલ્ટમાં થઈ હતી.

પુષ્ટિ થયેલા બે કેસોમાં એક 27 વર્ષીય રહેવાસી અને તેનો 17 વર્ષનો ભાઈ છે, જેની સારવાર તેમના પ્રાંતની બે અલગ-અલગ હોÂસ્પટલમાં ચાલી રહી છે, તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

બંને ભાઈઓએ માર્મટ મીટ ખાધું હતું, તેમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું. સાથે તેમણે લોકોને માર્મટ મીટ ન ખાવાની ચેતવણી પણ આપી હતી.

આ બંનેના સંપર્કમાં આવેલા ૧૪૬ લોકોને પણ આઈસોલેટ કરાયા છે અને તેમની સ્થાનિક હોÂસ્પટલોમાં સારવાર ચાલી રહી છે.