રાજપીપળા : કોરોના સંક્રમણથી બચવા પ્રવાસીઓએ ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા એવા નર્મદા જિલ્લાને પ્રથમ પસંદગી આપી છે.નર્મદા જિલ્લાના વિવિધ ધોધ, પૌરાણિક સ્થળો પર સમયાંતરે પ્રવાસીઓ આવતા હોય છે.હાલ દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટો પર પ્રવાસીઓના આંકડા જોઈએ તો રોજના ર્જીંેં પર ૨૫૦૦ પ્રવાસીઓ અને વ્યૂવિંગ ગેલેરીમાં ૫૦૦ જંગલ સફારી પાર્કમાં રોજના ૩૦૦૦ હજાર, ચિલ્ડ્‌ર્ન પાર્કમાં રોજના ૫૦૦૦ પ્રવાસીઓ મળી કુલ સરેરાશ રોજના ૧૨ હજાર કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. આગામી ૩૦/૧૧/૨૦૨૦ (ગુરુ નાનક જયંતિ) ના રોજ ખુલ્લું તો ૧/૧૨/૨૦૨૦ ના રોજ બંધ રખાશે. આમ તો દર સોમવારે મેન્ટેનન્સને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે, પણ દિવાળી વેકેશનને લીધે આ વખતે દિવાળી વેકેશનમાં સોમવાર ૧૬/૧૧/૨૦૨૦ (ભાઈ બીજ) ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રખાયું હતું, તો આગામી ૩૦/૧૧/૨૦૨૦ (ગુરુ નાનક જયંતિ) ના રોજ પણ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રખાશે. આગામી ૧/૧૨/૨૦૨૦ ના રોજ પણ બંધ રખાશે. આ બાબત ઓન લાઈન ટીકીટ બુકીંગ વખતે દર્શાવાઈ રહી હોવા છતાં કેટલાક પ્રવાસીઓ ઓફ લાઈન ટીકીટ તો મળશે એવા વિશ્વાસે ૧૭ મી નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી પહોંચતા અમુક પ્રવાસીઓને ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અન્ય ૧૭ પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકતા પ્રવાસીઓએ ૨૪ તારીખ સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઈન બુકીંગ કરાવતા બુકીંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે.ગત વર્ષે પ્રવાસીઓ જે એક દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓ ૨ થી ૩ દિવસ સુધી ટેન્ટ સીટીમાં બુકીંગ કરાવી રહ્યા છે.ટેન્ટ સીટી-૨ ના મેનેજર પ્રબલ પટેલના જણાવ્યા અનુસાર લોકડાઉનના ૬ મહિનામાં અમને ઘણી મોટી ખોટ ગઈ છે.એ પણ સરભર થતા થોડેક અંશે રાહત થઈ છે.હાલ તમામ પ્રોજેક્ટો પર કોરોનાની ગાઈડલાઈન મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.યુનિટી નજીક ૩૧ મી ઓક્ટોબરથી ગોવાની એક ખાનગી કંપનીએ “ક્રુઝ” બોટની શરૂઆત કરી છે.જેથી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓએ સરદાર પટેલની વિશાળ પ્રતિમાની રસ્તા પરથી કે હવાઈ માર્ગે નહિ પણ જળ માર્ગે પણ જોવાની મજા માણી રહ્યા છે.