દિલ્હી-

સેન્સેક્સની ટોચની 10 માર્કેટ કેપ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા અઠવાડિયે રૂ. 1,02,779.4 કરોડ ઘટી ગયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું હતું. બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ અગાઉના સપ્તાહમાં 526.51 પોઇન્ટ અથવા 1.29 ટકા તૂટ્યા હતા.

ગયા અઠવાડિયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચસીએલ ટેક્નોલોજીઓ અને ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટ્યું હતું.હિંદુસ્તાન યુનિલિવર (એચયુએલ), ઇન્ફોસીસ, એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપિટલાઈઝેશન વધ્યું હતું. 

સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન 39,355.06 કરોડ રૂપિયા ઘટીને રૂ .14,71,081.28 કરોડ થયું છે. ટીસીએસનું માર્કેટ વેલ્યુએશન 19,681.25 કરોડ રૂપિયા ઘટીને 10,36,596.28 કરોડ રૂપિયા અને એચડીએફસી બેંકનું મૂડીકરણ 19,097.85 કરોડ રૂપિયા ઘટીને 6,59,894.13 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

ભારતી એરટેલનો માર્કેટ શેર 12,875.11 કરોડ રૂપિયા ઘટીને રૂ. 2,19,067.91 કરોડ રહ્યો છે. એચસીએલ ટેક્નોલોજીસનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 7,842.49 કરોડ ઘટીને રૂ. 2,24,447.24 કરોડ થયું છે. આઈસીઆઈસીઆઈ બેંકનું માર્કેટ વેલ્યુએશન 3,927.64 કરોડ રૂપિયા ઘટીને રૂ. 2,73,075.43 કરોડ થયું છે.

આ વલણથી વિપરીત, ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ .8,540.12 કરોડ વધીને રૂ. 4,80,291.25 કરોડ થયું છે. કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ વેલ્યુએશન 3,290.64 કરોડ રૂપિયા વધીને રૂ .2,64,555.97 કરોડ થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,795.97 કરોડ વધીને 5,05,330.81 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

એચડીએફસીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ .502.83 કરોડ વધીને રૂ. 3,51,986.24 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી ટીસીએસ, એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસીસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક્નોલોજીઓ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.