મુંબઈ-

સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેર બજાર ફ્લેટ બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 14.77 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 55,944.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 10.05 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 16,634.65ના સ્તર પર બંધ થયો છે. તો આજે દિવસભર ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ-નિફ્ટીએ નવો ફ્રેશ રેકોર્ડ હાઈ બનાવ્યો છે, પરંતુ વેપારી કલાકો દરમિયાન બજારમાં નફાવસૂલી હાવી જોવા મળી છે. એટલે છેવટે બજાર ફ્લેટ બંધ થયું છે. આજના વેપારમાં મિડ અને સ્મોલ કેપ શેર્સમાં પણ વધારો જોવા મળ્યો છે. તો BSEનો મિડ કેપ ઈન્ડેક્સ 0.58 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.68 ટકાના વધારા સાથે બંધ થયો છે. સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેર બજાર (Share Market) ફ્લેટ બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ 14.77 પોઈન્ટ (0.03 ટકા)ના ઘટાડા સાથે 55,944.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 10.05 પોઈન્ટ (0.06 ટકા)ના વધારા સાથે 16,634.65ના સ્તર પર બંધ થયો છે.