મુંબઈ-

પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારામન દ્વારા બજેટ અપાયાના બે દિવસ પછી એટલે કે બુધવારે પણ શેરબજારમાંથી તેજી ઓસરવાનું નામ નથી લેતી. સવારના સેશનમાં શેરબજારમાં ખુલતાંની સાથે જ ઉછાળો જોવાયો હતો. શરુઆતમાં ત્રણસો પોઈન્ટથી વધારે તેજી જોવાતાં સેન્સેક્સ તેના હાલના મેજીક આંક 50,000ને ટચ કરી જતાં રોકાણકારોને લાભ થયો હતો. નિફ્ટીમાં પણ 90 પોઈન્ટનો ઉછાળો જોવાયો હતો. 

લોજીસ્ટીક્સ, ફાર્મા, ફાઈનાન્સ અને બેંકીંગ શેરોમાં ઉછાળો જોવાયો હતો. કેટલાંક ઓટો અને ફાર્મા શેરોમાં ઓલટાઈમ હાઈ સપાટી જોવાઈ હતી. નફારૂપી વેચવાલી છતાં સેન્સેક્સની ચાલ મક્કમ જણાઈ હતી.