મુંબઈ-

શેરબજારમાં ઘરઆંગણે સારા સંકેતો હોવાને પગલે રેકોર્ડ ઉછાળો હજી આગળ વધી રહ્યો છે. સોમવારે સેન્સેક્સ પહેલીવાર 52,000ને પાર ગયો હતો. તે જ રીતે નિફ્ટીએ પણ 15,300ની સપાટીને પાર કરી હતી. બજારના ઉછાળામાં બેંકીંગ શેરો સૌથી આગળ છે.

સવારે આશરે 11 વાગ્યે સેન્સેક્સ 570 અંકોના વધારા સાથે 52,115 પર હતો જ્યારે આટલા સમયના ટ્રેડિંગમાં તેણે 52141ના સ્તરને પણ સ્પર્શ કર્યો હતો. ઈન્ડેક્સમાં સૌથી વધારે વધારા સાથે બજાજ ફાઈનાન્સનો શેર 2.56 ટકા વધી ગયો હતો. એ જ રીતે બજાજ ફિનસર્વ અને એક્સિસ બેંકના શેરોમાં બે ટકાનો વધારો જોવાયો હતો.