દિલ્હી-

ભારતીય ટેલિકોમ માર્કેટ વર્ષ 2021 ની અંદર એક ખુબ જ મોટા ડેવલોપમેન્ટ માંથી પસાર થઇ શકે છે. આ વર્ષ ની અંદર ભારત ની અંદર 4જી નું પેનિટ્રેશન વધુ આગળ વધશે. અને મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે જીઓ, એરટેલ અને વીઆઈ દ્વારા પોતાના ટેરિફ ની અંદર પણ વધારો કરવા માં આવી શકે છે. અને 3જી સર્વિસ બંધ પણ થઇ શકે છે. અને અંતે ભારત ની અંદર પણ 5જી નું આગમન થઇ શકે છે.

કેમ કે જીઓ ના મલિક મુકેશ અંબાણી દ્વારા આ વર્ષ ના અંત સુધી માં ભારત ની અંદર 5જી આવી જશે તેવું જણાવવા માં પણ આવ્યું હતું. અને માર્ચ મહિના ની અંદર લગભગ 4 વર્ષ પછી સરકાર દ્વારા 4જી સ્પેક્ટ્રમ નું ઓક્શન પણ કરવા માં આવી શકે છે. અને આ ઓક્શન એક્સચેકર માટે 55 થી 60 હાજર કરોડ નું હોઇ શકે છે. તો વર્ષ 2021 ની અંદર ભારતીય ટેલિકોમ માર્કેટ ની અંદર અમુક મોટા બદલાવ ક્યાં આવી શકે છે તેન વિષે નીચે જણાવવા માં આવેલ છે. 

- 4જી રિચાર્જ કિંમત માં વધારો 

એરટેલ, જીઓ અને વીઆઈ ના 4જી પ્લાન ના કિંમત ની અંદર આ વર્ષે વધારો જોવા માં આવી શકે છે. ઘણા નિષ્ણાંતો નું માનવું છે કે આ વર્ષે 15 થી 20 % જેટલો કિંમત માં વધારો કરવા માં આવવી શકે છે. અને વીઆઈ દ્વારા પોતાના રિચાર્જ પ્લાન ની કિંમત માં સૌથી પહેલા વધારો કરવા માં આવ્યો છે. અને ત્રણ વર્ષ ની અંદર ટેલિકોમ કંપનીઓ દ્વારા બીજી વખત કિંમત માં વધારો કર્યો છે. વર્ષ 2019 ડિસેમ્બર મહિના ની અંદર ટેલિકોમ કંપનીઓ વીઆઈ, એરટેલ, અને જીઓ દ્વારા કિંમત માં 25 થી 40 % જેટલો વધારો કરવા માં આવ્યો હતો. અને બીજી વખત કિંમત માં વધારો કરવા માં આવ્યો હતો પરંતુ કોરોના મહામારી ને કારણે તેને પોસ્ટપોન કરવા માં આવ્યું હતું. 

- પીએમ વાણી ફ્રી પબ્લિક વાઇફાઇ 

પીએમ વાણી કે જેનું આખું નામ પ્રાઈમ મિનિસ્ટર વાઇફાઇ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ છે તે સરકાર નો આખા ભારત ની અંદર વાયરલેસ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે નો પેટ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ને ડિસેમ્બર 2020 ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ની અંદર અનલાઇસન્સ્ડ એન્ટીટીઝ જેવી કે, કિરાણા અથવા ચા ની દુકાન પણ પબ્લિક વાઇફાઇ સર્વિસ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પાસે થી બેન્ડવિથ ખરીદી અને આપી શકે છે. અને આ પ્રોજેક્ટ ના કારણે ટેલિકોમ કંપનીઓ ને પણ ફાયદો થશે કેમ કે હવે તેઓ ડિમાન્ડ ને મેનેજ કરવા માટે વધુ બેન્ડવિથ પર ભરોસો કરી શકશે.