/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વિદ્યાર્થીઓને સરળતાથી કોરોનાની વેક્સિન મળે તે માટે આ યુનિવર્સિટી 20 કોલેજમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરશે

રાજકોટ-

શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્રએ લોકોનું ઝડપથી વેક્સિનેશન થાય તે માટેના પ્રયાસ શરૂ કર્યા છે. જાેકે, હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ વેક્સિનેશન અભિયાનમાં જાેડાઈ છે. આ યુનિવર્સિટી ૨૦ કોલેજમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરશે, જેમાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સરળતાથી વેક્સિન મળશે.

આગામી દિવસોમાં કોલેજાે શરૂ થશે ત્યારે વિદ્યાર્થીઓનું હિત ન જાેખમાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો લેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૨૦ જેટલી કોલેજાેમાં રાજકોટ મહાનગરપાલિકાના મનપાની આરોગ્ય વિભાગની ટીમની મદદ લઈને આ વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓએને નજીકની કોલેજમાં જ વેક્સિન મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં કોરોના વેક્સિન લોકો લઈ રહ્યા છે ત્યારે હવે વિદ્યાર્થીઓ બાકી ન રહી જાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજાેમાં કોરોનાની વેક્સિન આપવામાં આવશે. અત્યારે જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હશે તેમને પણ અહીં જ નજીકની કોલેજમાં વેક્સિન લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમ જ જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેઓને વેક્સિનેશન સેન્ટર ખાતે રજિસ્ટ્રેશન કર્યા બાદ કોરોનાની વેક્સિન આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે કોરોના વેક્સિન લઈ શકશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution