નવી દિલ્હી

2023માં યોજાનારી પુરૂષ હોકી વર્લ્ડ કપમાં હજૂ ઘણો સમય બાકી છે. જો કે તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગુરૂવારે એક મોટી જાહેરાત કરી હતી. આવનારા દિવસોમાં રાઉરકેલામાં વિશ્વસ્તરીય હોકી સ્ટેડિયમ બનાવવાની વાત તેમણે કહી છે. પુરૂષ હોકી વર્લ્ડ કપ 2023 માટે ઓડિશા સરકાર વિશ્વનું સૌથી મોટુ હોકી સ્ટેડિયમ બનાવા જઈ રહી છે. આ સ્ટેડિયમમાં લગભગ 20 હજાર લોકો બેસી શકશે. સાથે જ સ્ટેડિયમમાં તમામ પ્રકારની સુવિધાઓ પણ હશે. 


આ સ્ટેડિયમનું નિર્માણ બીજૂ પટનાયક યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી કેમ્પસમાં થશે. હજૂ થોડા સમયે પહેલા જ એક ઉચ્ચ સ્તરીય ટીમે રાઉરકેલાનું નિરીક્ષણ કર્યુ હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રી પટનાયકે કહ્યુ હતું કે, અમને ફરી એક વાર વિશ્વ કપની મેજબાની કરવાનો મોકો મળ્યો છે. જે અમારા માટે ગર્વની વાત છે. વર્લ્ડ કપ 2023ની મેજબાની ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને સુંદરગઢને મળી છે. નવું સ્ટેડિયમ વિશ્વ કપ પહેલા બનીને તૈયાર થઈ જશે.