મુંબઇ

આલિયા ભટ્ટે 15મી માર્ચે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેના બર્થ ડેને પરિવાર તેમજ ફ્રેન્ડ્સે વધારે સ્પેશિયલ બનાવ્યો હતો. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર અંદરની તસવીર શેર કરીને ફેન્સને સેલિબ્રેશનની અંદરની ઝલક દેખાડી છે.

તસવીરમાં આલિયા મમ્મી સોની રાઝદાન, રણબીર કપૂરની મમ્મી નીતૂ કપૂર, તેની બહેન શાહીન ભટ્ટ તેમજ અન્ય કેટલાક સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરની સાથે તેણે લખ્યું છે કે, 'મારા જીવનની સૌથી અગત્યની મહિલાઓ'. આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ મૂક્યા છે

.

સોની રાઝદાન અને નીતૂ કપૂર તેમજ અન્ય ઘણાએ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. સોની રાઝદાને લખ્યું છે કે, 'કેટલાક મહાન લોકો સાથે સારૂં ફૂડ, અદ્દભુત સાંજ માટે આનાથી વધારે સારી સાંજ હોઈ શકે નહીં