રાજકોટ-

વૈશ્રિ્‌વક મહામારી કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા રાય સરકારે ગત સાંજે પ્રસિધ્ધ કરેલા જાહેરનામા અનુસાર તમામ પ્રતિબંધો આગામી તા.૧૨ મે સુધી લંબાવતા હવે રાયભરના માર્કેટ યાર્ડ આગામી તા.૧૨ મે સુધી બધં રહેશે. જાે કે, રાજકોટ માર્કેટ યાર્ડ દ્રારો તો અનિચ્છિત મુદત સુધીનું બધં જાહેર કરાયું છે. અલબત શાકભાજી વિભાગમાં શાકભાજી અને ફળફળાદિની હરાજી સહિતના કામકાજ આ સમયગાળામાં રાબેતા મુજબ ચાલુ રહેશે.

રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા બેડી યાર્ડ ખાતેનો અનાજ વિભાગ કે જયાં આગળ અનાજ, કઠોળ, તેલિબિયા વિગેરે જણસોની હરાજી થાય છે તે વિભાગમાં કામકાજ સંપૂર્ણ બધં રાખવામાં આવ્યું છે. જયારે જૂના યાર્ડ ખાતે શાકભાજી વિભાગ અને ડુંગળી–બટેટા વિભાગમાં હરાજી સહિતના કામકાજ રાબેતા મુજબ ચાલુ છે અને આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે. રાય સરકારના જાહેરનામામાં પણ શાકભાજી અને ફળફળાદિ વિભાગનું કામ ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર્ર–કચ્છના ૩૫ સહિત રાયના ૧૫૦ જેટલા માર્કેટ યાર્ડ તા.૧૨ મે સુધી બધં રહેશે. કોરોનાના કારણે સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ પણ પાછળ ઠેલવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, રાજકોટ માર્કેટ યાર્ડના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, વેપારીઓ, કમિશન એજન્ટો તેમજ મજૂરો સહિત અનેક કોરોના સંક્રમિત થયા હોય છેલ્લા પખવાડિયાથી યાર્ડના અનાજ વિભાગનું કામકાજ બધં રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોરોનાના કેસ ઘટે ત્યારબાદ જ પરિસ્થિતિની સમીક્ષા કરી યાર્ડ શરૂ કરવા ર્નિણય લેવાશે. રાજકોટમાં દાણાપીઠ બજારે પણ હાફ–ડે લોકડાઉન વધુ એક સપ્તાહ સુધી લંબાવવા માટે ર્નિણય કયેર્ા છે. ધી રાજકોટ દાણાપીઠ વેપારી એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ દાણાપીઠ બજારની ૨૫૦ દુકાનો સોમવારથી શનિવાર સુધી સવારે ૮થી ૩ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે તેવો સ્વૈચ્છિક ર્નિણય વેપારીઓની બેઠકમાં લેવાયો છે