લંડન- 

ઓલરાઉન્ડર મોઈન અલીને ગુરુવારે ઓવલ ખાતે ભારત સામે ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જોસ બટલરને તેના બીજા બાળકના જન્મને ધ્યાનમાં રાખીને પિતૃત્વની રજા આપવામાં આવી છે, ત્યારબાદ મોઈનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ચોત્રીસ વર્ષના મોઈને ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી ૬૩ રમી છે જેમાં તેણે પાંચ સદીની મદદથી ૨૮૭૯ રન બનાવ્યા છે. તેણે ૧૯૩ વિકેટ પણ લીધી છે. ખભાની ઈજામાંથી સાજા થયા બાદ માર્ક વુડ પસંદગી માટે ઉપલબ્ધ થશે, જ્યારે ઈજાને કારણે પ્રથમ ત્રણ મેચમાંથી બહાર રહેલો ક્રિસ વોક્સ ટીમમાં પાછો ફર્યો છે.