વડોદરા, તા.૨૦

વડોદરા કોર્પોરેશનની વહીવટી ટીમ તથા ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોએ ફ્યુચર પ્લાનિંગ માટે આજે સીટી વિસ્તારની હેરિટેજ ઇમારતો તથા જળાશયો અને બાગ બગીચાઓની સ્થળ વિઝીટ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.મ્યુનિ.કમિશ્નરે જળાશયો તેમજ ઐતિહાસિક ઈમારતોની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા સુચના આપી હતી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, શહેરમાં આડેધડ લાગતા હોર્ડિંગ સંદર્ભે ચોક્કસ પોલીસીનું અમલીકરણ જરૂરી છે. ખાસ કરીને સુરસાગર તળાવ ફરતે હેરિટેજ કોરિડોર જે પ્રવાસીઓને આકર્ષિત કરી શકે છે. જેથી સ્વચ્છતા અને ગેરકાયદેસર દબાણ બાબતે પણ તંત્રની સતર્કતા જરૂરી છે. હેરિટેજ ઇમારતો, જળાશયો અને બાગ બગીચાઓની જાળવણી તથા ચોક્કસ પદ્ધતિ તેમજ નિતી માટે આજે સ્થળ વિઝીટ કરી છે. અને સબંઘિત વિભાગને આ અંગે જરૂરી સુચના આપવામાં આવશે તેમ કહ્યુ હતુ.

મ્યુનિ. કમિશ્નર, સ્થાયી સમિતીના ચેરમેન સહિત અઘિકારીઓ તેમજ હોદ્દેદારોએ ન્યાય મંદિર બિલ્ડીંગ તેમજ મ્યુઝિક કોલેજ બિલ્ડીંગની પણ મુલાકાત લઈને જરૂરી માહિતી સાથે સ્થિતીનો તાગ મેળવ્યો હતો.ઉલ્લેખનિય છે કે, સુરસાગર તળાવ અને તેની આસપાસ અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે.અને તળાવનુ પણ પાલિકા દ્વારા બ્યુટીફીકેશ કરવામાં આવ્યુ છે. આ સંદર્ભે સ્થાયી સમિતિના ચેરમેન ડૉ હિતેન્દ્ર પટેલે કહ્યું હતું કે, બજેટ અંતર્ગત કામો સંદર્ભે ચોક્કસ ર્નિણય હેતુ સ્થળ વિઝીટ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સીટી વિસ્તાર તથા ગેંડા સર્કલ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.

પાલિકા દ્વારા શહેેરના વિવિધ વિસ્તારોમાંથી ૨૧ હોર્ડીંગ્સ દૂર કરાયા

વડોદરા કોર્પોરેશનના જમીન મિલ્કત કોમર્શીયલ વિભાગ દ્વારા આજે દબાણ ટીમની સાથે શહેરના દાંડિયા બજાર થી જેલ રોડ થઈને બહુચરાજી રોડ અને મુક્તાનંદ સર્કલ થી અમિત નગર સર્કલ તેમજ માણેક પાર્ક થી સંગમ થઈને ગાંઘીનગરગૃહ અને ન્યાય મંદિર લાલકોર્ટ તેમજ સુરસાગરને ફરતે ૧૦ મોટા અને ૧૧ નાના હોર્ડીંગ્સ મળીને ૨૧ જેટલા હોર્ડીંગ્સ દૂર કર્યા હતા. ઉલ્લેખનિય છે કે, અગાઉ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક ઈમારતો તેમજ ચાર રસ્તા વગેરે સ્થળે હોર્ડીગ્સ લગાડવા પર પ્રતિબંઘ મૂક્યો હતો. પરંતુ હવે મોટાભાગે ઐતિહાસિક ઈમારતો ફરતે તેમજ ચાર રસ્તા પર રાજકિય પક્ષોના હોર્ડીગ્સ બારે મહિના જાેવા મળે છે.