/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અહિંયા પરંપરાગત રીતે પ્રતીકાત્મક રથયાત્રા નીકળશે: રથયાત્રા સમિતિ

ગાંધીનગર-

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ગાંધીનગર રથયાત્રા સમિતિ દ્વારા આ વખતે યાત્રાના રૂટમાં 60 ટકા ઘટાડો કરીને 13 કિમીના રુટ ઉપર પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં આવશે તેમ જણાવાયું છે. કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષથી હાહાકાર મચાવ્યો હતો. આ કોરોનાની મહામારીના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. એટલું જ નહિ, તમામ પ્રકારના ધાર્મિક મેળાવડા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો હતો. જો કે હવે કોરોનાની બીજી લહેર મંદ પડી ગઈ છે, ત્યારે ત્રીજી લહેરની દહેશત વચ્ચે આ વર્ષે ગાંધીનગરમાં પરંપરાગત રથયાત્રાનું તેના નિર્ધારિત 31 કિમીના રૂટમાં ઘટાડો કરીને 13 કિલોમીટરના રૂટમાં કોરોનાની માર્ગદર્શિકાના ચુસ્ત પાલન સાથે યાત્રાને પરિભ્રમણ કરાવવામાં આવશે તેમ ગાંધીનગર રથયાત્રા સમિતિના અધ્યક્ષ દિનેશ પી. કાપડિયાએ જણાવ્યું હતું .

કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકો ધાર્મિક અને સામાજિક પ્રસંગો ઉજવી શકતા નથી. સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધુ પ્રસરે નહીં તે માટે સમયાંતરે કોરોનાની નવી ગાઈડલાઈનો બહાર પડાય છે. જોકે, છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલી આ સ્થિતિ વચ્ચે ગત વર્ષે અમદાવાદ સહિત રાજ્યમાં રથયાત્રાનું આયોજન થઈ શકયું નહોતું. રાજ્યની સૌથી મોટી એવી અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ નીકળી નહોતી. ભગવાનના રથને ફક્ત મંદિરના પરિસરમાં જ પરિભ્રમણ કરાવવામાં આવ્યા હતા. આવી જ રીતે ગાંધીનગરમાં પણ રથયાત્રાને પંચદેવ મંદિરના સંકુલમાં જ ભગવાનના રથોને ફેરવવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર રાજ્યમાં સૌથી લાંબો રુટ ધરાવતી રથયાત્રા ગાંધીનગરની છે. ગાંધીનગરની રથયાત્રાનો રૂટ 31 કિલોમીટર લાંબો છે. જો કે હવે રાજ્યમાં કોરોનાની બીજી લહેર હળવી પડી ગઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહીત રાજ્યના અન્ય સ્થળોએ સોશ્યિલ ડિસ્ટન્સ અને વિવિધ નિયંત્રણો સાથે રથયાત્રા યોજાય તે માટે વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં અમદાવાદની સાથે હવે ગાંધીનગરમાં પણ આ વખતે રથયાત્રા માટે મંજુરી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે તેવી સંભાવના છે.

આજે ગાંધીનગર રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં પંચદેવ મંદિરના ફૂલશંકર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવશે. જ્યારે સમિતિના અધ્યક્ષ દિનેશ કાપડિયાએ જણાવ્યું ગાંધીનગરમાં 31 કિમી જેટલી લાંબી રથયાત્રાના પરિભ્રમણના બદલે 13 કિલોમીટરના સિમિત રૂટ ઉપર રથયાત્રા યોજવાનું નક્કી કરાયું છે. જે અન્વયે આ વર્ષે પ્રતિકાત્મક રથયાત્રા સવારે 7 વાગે પંચદેવ મંદિરથી પ્રયાણ કરશે, ત્યાંથી સેક્ટર 17-22 ના શોપિંગ સેન્ટરથી થઈને સેકટર 17ના હનુમાન મંદિર થઈને ઘ રોડ ઉપરથી સેકટર 28 ગાર્ડન સામેથી સેકટર 29માં પ્રવેશ કરી જલારામ મંદિરમાં રોકાણ કરશે. જ્યાં ભગવાન જગન્નાથની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ચ રોડ પરથી યાત્રા આગળ વધશે ત્યાર બાદ સેકટર 21ના વૈજનાથ મહાદેવ મંદિર થઈને સવારે 11 કલાકે પંચદેવ મંદિરમાં પરત આવશે. ત્યાર બાદ સાંજે 7 કલાકે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની આરતી કરવામાં આવ શે. આ રથયાત્રા સંપૂર્ણ કોરોના માર્ગદર્શિકા સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે નીકળશે, જેમાં પોલીસ બંદોબસ્ત પણ રહેશે. ભગવાન જગન્નાથ આ વર્ષે સમગ્ર ગાંધીનગરની નગરચર્યા નહીં કરે, પરંતુ પંચદેવ મંદિરની બહાર આ કોરોનાની મહામરીમાં ભાવિક ભક્તોને દર્શન આપે તે ખૂબ જ મહત્વનું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution