દિલ્હી-

દેશમાં કોરોના વિરૂદ્ધ લડાઈમાં રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે કે દેશમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય જેથી કરીને રસી લેનારા લોકો કરોના સામે લડવા સક્ષમ બને અને ઓછા લોકો કોરોના સંક્રમિત બને. દેશમાં તમામ લોકોનું રસીકરણ ક્યારે પૂરું થશે આ પ્રશ્ન અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે દેશમાં કોરોના રસીકરણ અભિયાનઅંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાહુલ ગાંધીના એક નિવેદન પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વર્ષ 2021 પૂર્ણ થતા દેશમાં બધા લોકોનું રસીકરણ થઇ જશે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશમાં 130 કરોડની વસ્તી સામે 3 ટકા લોકોનું જ રસીકરણ થયું છે, આના જવાબમાં પ્રકાશ જાવડેકરે આ સ્પષ્ટતા કરી હતી.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે જો રાહુલ ગાંધી કોરોના રસીકારણ અંગે ચિંતિત છે તો તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યો તરફ ધ્યાન આપવું જોઈએ જ્યાં મોટી ખામીઓ છે. કોંગ્રેસ શાસિત રાજ્યો 1 મેથી આપેલ વેક્સીન લઇ રહ્યા નથી, જેનો ઉપયોગ 18 થી 44 વર્ષની વયના લોકોના રસીકરણ માટે કરવામાં આવનાર છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશમાં કોરોના રસીકરણ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક રોડ મેપ તૈયાર કર્યો છે. આ રોડ મેપ મુજબ આ વર્ષના અંત સુધીમાં દેશમાં કોરોના રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં દેશની તમામ પુખ્ત વયની વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવશે.