ભૂજ-

ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૬૫ના યુદ્ધ વખતે કચ્છની સરહદ પર ૧૯૬૫ની ૯મી એપ્રિલે કચ્છના રણની સરદાર પોસ્ટ ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે આક્રમણ કર્યું હતું. ૯ એપ્રિલના આ યુદ્ધમાં જવાનોએ આખી રાત ચોકી બચાવી રાખી હતી. યુદ્ધમાં ભારતના છ જવાન શહીદ થયા હતા તો દુશ્મનના ૩૪ સૈનિકોનો ખાતમો કરી દેવાયો હતો અને ૪ને જીવતા પકડવામાં આવ્યા હતા.

૧૯૬૫ના રણજંગની આ ઘટનાની યાદમાં દર વર્ષે ૯મી એપ્રિલે વેલોર દિવસ એટલે કે ઝ્રઇઁહ્લ વિજય દિવસ ઉજવવામાં આવે છે. શુક્રવારે સરદાર પોસ્ટ પાસે મ્જીહ્લ અને ઝ્રઇઁહ્લના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં શૌર્ય દિવસ કચ્છ સરહદ સરદાર પોસ્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. ૧૯૬૫માં સરદાર પોસ્ટ યુદ્ધમાં શહીદ થયેલા છ ઝ્રઇઁહ્લ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

આ પ્રસંગે ઝ્રઇઁહ્લના ડ્ઢૈંય્ કે. એમ. યાદવ અને મ્જીહ્લ-ભૂજના ડ્ઢૈંય્ સુમંદર ડબ્બાસની ઉપસ્થિતિમાં સન્માન સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. શૌર્યની યાદરૂપે ઝ્રઇઁહ્લના જવાનોએ સરદાર પોસ્ટની ભૂમિની માટીને કળશમાં લઇ એકત્રિત કરી હતી. જે દિલ્હી સ્થિત ઝ્રઇઁહ્લ એકેડમીમાં શૌર્ય કળશરૂપે રાખવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.