પશ્ચિમ રેલવેએ ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં ૫ મહિનામાં૧૦૦ કરોડથી વધુનો દંડ વસૂલ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026  |   2277

 પશ્ચિમ રેલવેએ ટિકિટ વિના અથવા અનિયમિત રીતે મુસાફરી કરતા મુસાફરો સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન હાથ ધરાયેલા અભિયાનમાં સમગ્ર પશ્ચિમ રેલવે નેટવર્કમાં ૧૩.૪૭ લાખ જેટલા મુસાફરો ઝડપાયા હતા, જેમની પાસેથી૧૦૦ કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેનાં મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકના જણાવ્યા મુજબ લોકલ, મેલ-એક્સપ્રેસ, પેસેન્જર તથા હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. માત્ર ઓગસ્ટ ૨૦૨૬માં જ ૨.૧૩ લાખથી વધુ અનિયમિત મુસાફરો પાસેથી૧૭.૧૬ કરોડનો દંડ વસૂલાયો હતો. પશ્ચિમ રેલવેના વ્યસ્ત સ્ટેશનોમાં સામેલ સુરતમાં પણ ટિકિટ ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં સુરત સ્ટેશન, સ્ક્વોડ અને સ્લીપર શ્રેણીની ચેકિંગ દરમિયાન કુલ ૧૮,૨૯૦ કેસ નોંધાયા હતા અને૧ કરોડ ૬૦ લાખ ૧૨ હજાર ૪૨૨નો દંડ વસૂલાયો હતો. આ પૈકી સુરત સ્ક્વોડ દ્વારા સૌથી વધુ ૧૪,૧૨૨ કેસમાં૧.૨૫ કરોડથી વધુ, સ્લીપર ચેકિંગમાં ૩,૪૧૧ કેસમાં૩૦.૬૫ લાખ અને સ્ટેશન પરિસરમાં ૭૫૭ કેસમાં૪.૨૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી. મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ૪.૬૫ લાખ કેસમાંથી૨૫.૬૫ કરોડનો દંડ વસૂલાયો હતો. ખાસ કરીને એસી લોકલ ટ્રેનોમાં સામાન્ય ટિકિટ લઈને અનધિકૃત રીતે મુસાફરી કરતા મુસાફરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution