મુંબઈ-

બજેટ પછીના દિવસોમાં પણ શેરબજારમાં ઠીક તેજી જોવા મળી રહી છે. ગત સપ્તાહે સેન્સેક્સ 51,000ને સ્પર્શ કરી ગયા બાદ એ સપાટી પર ટકી નહોતો શક્યો, છતાં સોમવારે શરૂઆતથી જ સુધારો જોવા મળતાં સેન્સેક્સમાં એકાદ ટકો ઉછાળો જોવા મળતાં તે ફરીથી 51,000ને પાર કરી ગયો હતો. ખાસ કરીને મિડ-કેપ શેરોમાં તેજી જોવાઈ હતી. મિડ-કેપ ઈન્ડેક્સ 1.09 ટકા ઉપર રહ્યો હતો. શેરબજારનો ઈન્ડેક્સ 51,400ના ઉપલા સ્તરે કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ઉપરના સ્તરે 15,000ને પાર કરી ગયો હતો. 

સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને તે પણ 1.03 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો હતો.

સોમવારે સવારે બીપીસીએલ, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, બોમ્બે ડાઈંગ, ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ્સ, એનએમડીસી, સન ટીવી, ટોરેન્ટ ફાર્મા સહિતની 140 જેટલી કંપનીઓ પોતાના ડિસેમ્બર ક્વાર્ટરના પરીણામો જાહેર કરશે તેને પગલે આ શેરોમાં હલચલ જોવા મળી શકે છે.