ગાંધીનગર ગુજરાતના મુંદ્રા પોર્ટ પર ૩૦૦૦૦ કિલો હેરોઈન પકડાવવાના મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ કેન્દ્રની ભાજપ સરકાર અને તેમાંય ખાસ કરીને વડાપ્રધાન અને ગૃહ મંત્રી સમક્ષ કેટલાક સવાલો ઊભા કર્યા છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા દ્વારા વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રી ગુજરાત સાથે જાેડાયેલા છે. એટલા માટે તેમણે આ મામલે હસ્તક્ષેપ કરીને તટસ્થ તપાસ કરવા માટેની કાર્યવાહી કરવી જાેઇએ તેમ પણ પવન ખેડાએ જણાવ્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, . દેશની યુવા પેઢીને નશાની દશામાં લઈ જનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવી જાેઈએ. દક્ષિણ ભારતના એક દંપતીની કંપનીના નામ ઉપર અગાઉ પણ ૨૫૦૦૦ કિલો માદક પદાર્થ મુન્દ્રા પોર્ટ પરથી ગુજરાતમાંથી દેશના અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યો છે. આંધ્ર પ્રદેશ. તમિલનાડુ અને મુંબઈના બંદરના બદલે ગુજરાતના અદાણીના મુન્દ્રા પોર્ટ ઉપર સતત માદક પદાર્થોનું આવવું એક ખતરનાક સિન્ડિકેટની તરફ ઈશારો કરે છે. દેશની યુવા પેઢીને નશાની લત લગાડીને બરબાદ કરનારાઓને ઇતિહાસ ક્યારેય માફ નહિ કરે. આવા લોકોને સત્તામાંથી દૂર કરવા માટે દરેક નાગરિકોએ રસ્તા ઉપર ઉતરવું જાેઈએ. ખેડાએ કહ્યું હતું કે કોંગ્રેસ દેશ અને યુવાનોના હિતમાં હંમેશા સંઘર્ષ કરતી રહી છે અને કરતી રહેશે.