આણંદ, ખેડા : આસોવદ અગીયારસના દિવસથી પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. આણંદ- ખેડા સહિત સમગ્ર પંથકમાં ધીમે ધીમે ઠંડી પણ તીવ્ર બની રહી હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો દિન પ્રતિદિન થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારે નીચે જઈ રહ્યો છે. આ વર્ષે ચરોતરવાસીઓ ગુલાબી ટંડી સાથે દિવાળી પર્વની ઉજવણી કરશે. તાપમાનમાં ઊતાર-ચઢાવની વચ્ચે પુનઃ પારો ૧૬ ડિગ્રીએ પહોંચી ગયો છે. બીજી તરફ મહત્તમ તાપમાનમાં પણ આંશિક ઘટાડો થતાં હવે શિયાળાની મોસમ જામી રહી છે. ઠંડીનો ચમકારો હવે દિવસે પણ અનુભવવા મળી રહ્યો છે. 

દર વર્ષે દિવાળી પર્વ પૂરું થઈ ગયાં બાદ શિ?ાળાનું ધીમે પગલે આગમન થતું હોય છે. દિવાળી પછી જ ઠંડીનો ચમકારો પણ અનુભવવા મળતો હોય છે. આ વર્ષે પુરુષોત્તમ માસ હોવાથી દિવાળી એક મહિનો મોડી આવી છે. પરિણામે નવરાત્રી પછી જ અચાનક જ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાવવાનો શરૂ થઈ ગયો હતો. હવે તેની અસર દિવસ અને રાત્રીના તાપમાન ઉપર પણ પડી રહી છે. છેલ્લાં ઘણાં દિવસોથી સતત પારામાં ઘટાડો થઈ રહ્યો છે. ઠંડી પણ દિનપ્રતિદિન તીવ્ર બની રહી છે.

દર વર્ષે ઓક્ટોબર એન્ડ પછી દિવાળીના દિવસો દરમિયાન ઠંડીની શરૂઆત થતી હોય છે. આ વર્ષે અધિક માસ હોવાથી દિવાળી મોડી છે. નવેમ્બર મહિનો બેસતાંની સાથે પારો નીચે તરફ ગતિ કરવા માંડે છે. જાેકે, આ વર્ષે બદલાયેલાં હવામાનના પગલે ઠંડીની મોસમનું આગમન થોડું મોડું થયું હોવાનું કહેવાય છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી લઘુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે. તેની અસર ચરોતરવાસીઓ પણ કરી રહ્યાં છે. દિવાળી અગાઉ જ રાત્રીના સમયે ઠંડીમાં લોકો ધ્રૂજી રહ્યાં છે. લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીએ પહોંચી ગયું છે. જાેકે, દિવસના હજુ ગરમીનો અહેસાસ થાય છે. મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી આજુબાજુ હજુ જાેવાં મળી રહ્યું છે.

ઠંડીના કારણે વહેલી સવારે લોકો હવે સ્વેટર, કાનટોપી જેવાં ગરમ વસ્ત્રો પહેરીને નીકળતાં થયાં છે. બીજી તરફ માથે છત નહીં ધરાવતાં લોકોએ આખી રાત તાપણું સળગાવીને પસાર કરી રહ્યાં છે. ઠંડીની શરૂઆત થઈ જતાં વહેલી સવારે મોર્ન્િંાગ વોકમાં નીકળતાં લોકોની સંખ્યામાં પણ વધારો જાેવાં મળી રહ્યો છે. આણંદ શહેરના શાસ્ત્રી સ્ટેડિયમના વોક-વે પર તેમજ લોટેશ્વર તળાવના વોક-વે પર વહેલી સવારે મોર્ન્િંાગ વોક પર મોટી સંખ્યામાં લોકો જાેવાં મળી રહ્યાં છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે સવારે નોંધાયેલાં તાપમાન અનુસાર મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી સેન્ટિગ્રેડ, હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા, પવનની દિશા ઉત્તર-પૂર્વ અને પવનની ગતિ પ્રતિ કલાક ૪.૮ ટકા નોંધાઈ હતી.

આગામી દિવસોમાં હજુ ઠંડી વધશે

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, આગામી બે ત્રણ દિવસમાં હજુ તાપમાન નીચું જવાની શક્યતા છે. હવે શિયાળો ધીમે ધીમે આગળ વધશે. ઠંડીનંુ પ્રમાણ ધીમે ધીમે વધશે.