/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મિ.કમિશનર હવે તમે જ કહો કેવી રીતે ભણવા જશે છોકરાઓ?

વડોદરા, તા.૨૮

વડોદરા કોર્પોેરેશનમાં સમાવિષ્ટ ભાયલી વિસ્તારમાંરોડ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓની રજૂઆત અનેક વખત સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. ત્યારે પ્રથમ વરસાદમાં જ વાસણા-ભાયલી રોડ સ્થિત ખાનગી સ્કૂલ તરફ જતા બીસ્માર રોડ પર પાણી ભરાતાં આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આક્રોશિત વાલીઓ તેમજ આસપાસના રહીશોએ ખરાબ રસ્તા બાબતે વિરોધ પ્રદર્શન કરીને પાલિકા સામે દેખાવો યોજ્યા હતા.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની હદમાં સમાવેશ થયા બાદ ઊંડેરા, વેમાલી, બિલ, ભાયલી વગેરે વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકાતંત્ર નિષ્ફળ રહ્યું છે. તબક્કાવાર પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, એસટીપી વગેરેની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ પાછલાં કેટલાંક વરસોથી જે તે વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયા બાદ વેરા વસૂલવામાં આવતાં તેમજ સામે પ્રાથમિક સુવિધાઓ નહીં મળતાં લોકોમાં રોષની લાગણી જાેવા મળે છે. ભાયલી વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધા આપવાની માગ સાથે અગાઉ અનેક રજૂઆતો કરી છે, પરંતુ હજી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

આજે વાસણા-ભાયલી રોડ ઈરા ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે ભાયલીના રહીશો એકઠા થયા હતા અને પાલિકાતંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે બિસમાર રોડ બાબતે વિરોધ કરીને દેખાવો યોજ્યા હતા. સ્થાનિકોએ કહ્યું હતું કે, ભાયલી વિસ્તારના રહીશો અને ઈરા ઈન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ દ્વારા એક વર્ષ કરતાં વધુ સમયથી બીસ્માર રોડ અંગે લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆત કરાઈ છે, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકાતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વાલીઓએ એમ પણ કહ્યું હતું કે, શાળામાં ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રસ્તો બીસ્માર છે, ઉપરાંત સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાતાં વિદ્યાર્થીઓને શાળામાં જવા-આવવા માટે મુશ્કેલી સર્જાય છે. ઉપરાંત આસપાસના રહીશોને પણ ખરાબ રોડના કારણે અવરજવરમાં મુશ્કેલી સર્જાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution