રાજકોટ-

૧ જુલાઈથી રાજયમાં અસ્તિત્વમાં આવેલ નવા ધર્માતરણ કાયદા વચ્ચે રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં ધર્મ પરીવર્તન કરવાના કિસ્સામાં અધધધપ ૩૦૦૦ ટકાનો વધારો થવા પામ્યો છે તેમાં હિન્દુ ધર્મમાંથી અન્ય ધર્મ સ્વિકારનારાની સંખ્યામાં ચોંકાવનારો વધારો થવા પામ્યો છે.

સતાવાર સુત્રો પાસેથી મળતી વિગત મુજબ રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં ધર્મ પરીવર્તન માટે ૧૫૦ અરજી આવી છે તેમાંથી ૧૦૫ અરજી મંજુર કરવામાં આવી છે તેમાં હિન્દુમાંથી બૌધ્ધ ધર્મ સ્વિકારવામાં આવ્યો છે જયારે ૧ વ્યકિતએ હિન્દુમાંથી મુસ્લીમ ધર્મ અપનાવ્યો છે અને બે વ્યકિતએ મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મ અપનાવ્યો છે.એક વર્ષમાં કુલ ૧૫૦ અરજી આવી હતી તેમાંથી ૧૦૮ વ્યકિતને ધર્મ પરીવર્તન કરવાની મંજુરી આપવામાં આવી છે બાકીની ૪૨ અરજી પેન્ડીગ રાખવામાં આવી છે કારણ કે ૪૨ અરજીમાં મોટા ભાગના બાળકો હોવાથી તેઓને ધર્મ પરીવર્તનની મંજુરી આપવામાં આવી નથી.

રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષના આંકડા મુજબ ગત ૨૦૨૦ના વર્ષે સૌથી વધુ ધર્મ પરીવર્તનની અરજી કરવામાં આવી હતી. જયારે વર્ષ ૨૦૧૯માં ૫ અરજી, ૨૦૧૮માં માત્ર ૧ અરજી અને ૨૦૧૭માં ૭ અરજી જ કરવામાં આવી હતી અને આ તમામ વ્યકિતઓને ધર્મ પરીવર્તનની મંજુરી આપવામાં આવી છે.સુત્રોએ જણાવ્યું છે કે ગુજરાત ધર્મ સ્વતંત્રતા એકટ મુજબ જે કોઈ ધર્મ પરીવર્તન કરવા ઈચ્છતા હોય તેઓએ સૌ પ્રથમ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પાસે અરજી કરવાની હોય છે તેના માટે ચોકકસ ફોર્મેટનું ફોર્મ હોય છે તેમાં વિગત ભરી આપવાની હોય છે પછી ઉચ્ચ અધિકારીને યોગ્ય લાગે તો ધર્મ પરીવર્તનની મંજુરી આપવામાં આવે છે.

ધર્મ પરીવર્તન શું કામ કરવામાં આવે છે તેની વિગત ફોર્મમાં લખવામાં આવતી નથી પરતું મોટાભાગના કિસ્સામાં મનપસંદ યુવક-યુવતિ સાથે લગ્ન કરવા માટે ધર્મ પરીવર્તન કરવામાં આવે છે.ધર્મ પરીવર્તનમાં સમગ્ર રાજયમાંથી સૌરાષ્ટ્રના ચાર જિલ્લાનો ટોપ ૬ શહેરોમાં સમાવેશ થાય છે તેમાં પ્રથમ ક્રમે સુરત, બીજા ક્રમે રાજકોટ, ત્રીજા સ્થાને પોરબંદર, ચોથા સ્થાને અમદાવાદ, પાંચમાં સ્થાને જામનગર અને છઠ્ઠા સ્થાને જુનાગઢનો સમાવેશ થાય છે આ ૬ શહેરોમાં સૌથી વધુ ધર્મ પરીવર્તનની અરજી થાય છે.