જાૅબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026  |   3366

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને  H-1B અને અન્ય વિદેશી પ્રોફેશનલ્સ માટે નોકરી છૂટી ગયા પછી મળતા ૬૦ દિવસના ગ્રેસ પીરિયડ (છૂટની મુદત) ને નાબૂદ કરવાના પ્રસ્તાવની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ((DHS) ) દ્વારા ૬ ઓગસ્ટે વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સોંપાયેલા આ પ્રસ્તાવને ૨૭ ઓગસ્ટે કેટલાક સુધારા સાથે સંમતિ આપવામાં આવી છે. આ ર્નિણયથી અમેરિકામાં કાર્યરત હજારો ભારતીય કર્મચારીઓ અને તેમના પરિવારજનો પર અનિશ્ચિતતાના કાળા વાદળો ઘેરાયા છે. હાલના નિયમો અનુસાર, નોકરી ગુમાવનારા H-1B, L-1  અને O-1 વિઝાધારક કર્મચારીઓને ૬૦ દિવસ સુધી અમેરિકામાં રહેવાની છૂટ મળે છે. આ સમયગાળા દરમિયાન તેઓ નવો સ્પોન્સર શોધી શકે છે, પોતાના વિઝા સ્ટેટસમાં ફેરફાર કરી શકે છે અથવા સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી શકે છે. H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જાે આ ૬૦ દિવસનો ગ્રેસ પીરિયડ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે, તો નોકરી ગુમાવતા જ ભારતીય પ્રોફેશનલ્સને રાતોરાત દેશ છોડવાની ફરજ પડી શકે છે.


કેનેડામાં ભારતીય યુવાનોને રાહત વર્ક પરમિટ માટે હવે ૯૦ દિવસ મળશે

કેનેડામાં રોજગાર મેળવી રહેલા ભારતીય અને પંજાબી યુવાનો માટે આશ્વાસન આપતા મોટા સમાચાર આવ્યા છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગે ‘ઇન-કેનેડા વર્ક પરમિટ’ વિસ્તારવાની પ્રક્રિયા હેઠળ મળતો સમયગાળો ૬૦ દિવસથી વધારીને ૯૦ દિવસ કર્યો છે. જે યુવાનોનો વર્ક પરમિટ પૂરો થવાના આરે છે અને તેમના એમ્પ્લોયરે તેમના માટે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA)ની અરજી પહેલાથી જ જમા કરાવી દીધી છે, તેમને હવે વર્ક પરમિટ એક્સટેન્શનની પ્રક્રિયા પૂરી કરવા માટે ૩૦ દિવસનો વધારાનો સમય મળશે. કેનેડામાં ભણતર પૂરું કર્યા પછી મોટી સંખ્યામાં ભારતના યુવાનો અસ્થાયી વર્ક પરમિટ પર નોકરી કરી રહ્યા છે. યુવાનો વર્તમાન માલિક સાથે નોકરી ચાલુ રાખવા માગે છે. ભવિષ્યમાં પીઓર તરફ આગળ વધી રહ્યા છે. આ ફેરફારથી તેમને ફાયદો થશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution