વાહ રે કુદરત! ૪૮ કલાક પછી ૫ માળની ઇમારત નીચે દટાયેલ નવજાતનું રેસ્ક્યૂ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ઓગ્સ્ટ 2026  |   1287

દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં સોમવારે રાત્રે આવેલા ૭.૪ની તીવ્રતાના ભૂકંપના લગભગ ૪૮ કલાક પછી કાટમાળમાંથી એક બાળકને જીવતો બહાર કાઢવામાં આવ્યો. બાળક એક ધરાશાયી થયેલી પાંચ માળની રહેણાંક ઇમારતના કાટમાળમાં ફસાયેલું હતું. તેની સાથે એક માણસ પણ દટાયેલો હતો. આ બચાવ કાર્ય બુધવારે ભૂકંપ પછી ચાલી રહેલા ત્રીજા દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન થયું. રિપોર્ટ અનુસાર, બચાવ ટીમે જણાવ્યું કે તેમને કાટમાળ નીચેથી એક માણસનો અવાજ સંભળાયો. માણસે કહ્યું- ‘હા, હું અહીં જ છું. હું એક બાળક સાથે છું.’ આ પછી, ઘટનાસ્થળે હાજર બચાવ ટીમ અને અન્ય લોકોએ તરત જ હાથથી કાટમાળ હટાવવાનું શરૂ કર્યું. એક ભારે કોંક્રિટ સ્લેબ નીચે એક વ્યક્તિ અને નવજાત બાળક ફસાયેલા હતા. લોકોએ સ્લેબને ઉઠાવ્યો અને બંનેને બચાવવામાં આવ્યા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બાળકનું માથું જાંબલી જેવું થઈ ગયું હતું, કારણ કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કોલંબિયામાં જાનમાલના નુકસાનથી દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે 

મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી. તેમણે કહ્યું કે ભારત જરૂર પડ્યે કોલંબિયાને દરેક સંભવ મદદ આપવા માટે તૈયાર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution