પાદરા : પાદરા ના સેજાકુવા ગામે નુરાની મસ્જિદના ટ્રસ્ટના વહીવટ બાબતે જૂની અદાવત રાખી એકજ કોમના બે જુથો વચ્ચે મારામારી થઇ હતી જેમાં મહિલા સહિત ૧૧ ઇસમોને ગંભીર ઈજા થવા પામી હતી. તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પાદરા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને કાયદેસરની કરી હતી. જે બાબતે પાદરા પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધવા પામી હતી. પોલીસે ૬૩ ઈસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરા ના સેજાકુવા ગામમાં આવેલ નુરાની મસ્જીદ નો કરોવારી વહીવટ ૩૫ વર્ષ થી નીસારુદ્દીન સૈયદ સંભાળતા હતા અને છેલ્લા બે વર્ષ થી આશિકઅલી સૈયદ સંભાળે છે. નીસારુદ્દ્‌દીન સૈયદ મસ્જીદ નો વહીવટ પાછો મેળવવા માટે અવાર નવાર ગામમાં બે જૂથો વચ્ચે તકરાર ઉભી કરે છે, ગત મોડી સાંજના ઈમીયાસ અને ફિરોજખાન વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ૩૦ માણસો ઈમીયાસને મારવા માટે સેજાકુવા બસ સ્ટેન્ડ પાસે તીક્ષ્ણ હથિયાર સાથે ભેગા થયા હતા અને ઈમીયાસ ને મારવા માટે ખેતરમાં જતા હતા પરંતુ તેઓ અધવચ્ચે થી પરત આવ્યા હતા. ત્યાર બાદ મોડી રાતના ઇન્યાસ વ્હોરા અને ફિરોઝખાન પઠાણ વચ્ચે બોલાચાલી થઇ હતી જેનું ઉપરાણું લઇ ગામમાં આવેલ નુરાની મસ્જીદ ના ટ્રસ્ટ ની વહીવટ બાબતેની જૂની અદાવત રાખી હથિયારો તથા ઇંટોના ટુકડા સાથે ઈનાયત અલી સૈયદ ના ઘર ને ચારેય તરફથી ફરી વળી ઘર પર પથ્થર મારો કર્યો હતો.

સામા પક્ષે ફરિયાદ પ્રમાણે ઈમીયાસ ભાઈ વ્હોરા ગામના બીજા ફળિયામાં રહેતા ફિરોઝખાન જીતું ખાન પઠાણ ને ગાળો બોલી ઝગડો કરેલ હતો તેમજ ગામમાં આવેલ નુરાની મસ્જીદ ના ટ્રસ્ટ ના વહીવટ બાબતે અગાઉ બંને જૂથો વચ્ચે થયેલ મારામારી ની અદાવત રાખી ઈમીયાસ્ભાઈ નું ઉપરાણું લઇ ૨૦ જેટલા ઉસમો ઘટક હથિયારો લઇ ધમકી આપતા ૨૦ સામે ગુન્હો દાખલ થયો હતો.