ગોધરા,તા.૧૭

કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, ૨ ગેસ સિલિન્ડર ફાટતા ૨૨ લોકો દાઝ્‌યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના હોવાની આશંકા છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલ તામામ લોકોને કાલોલ તેમજ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ ફાયર ફાઈટર સહિત મામલતદાર અને ગોધરા પ્રાંત અધિકારીની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીક રહેલા લોકોના હાથ-પગની ચામડી નીકળી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા બે લોકોને હાલ વડોદરા હોસ્પિટલ રીફર કરાયા છે.

કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગેસ સિલિન્ડર ફાટતા આસપાસ લોકો ઘટનાને લઈને એકત્ર થયા હતા. લોકો એકત્ર થયા બાદ બીજાે સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો. ૨ ગેસ સિલિન્ડર ફાટતા ૨૨ લોકોને દાઝ્‌યા હતા. જે પૈકી ૨ વ્યક્તિઓની હાલત ગંભીર છે. જેઓને વડોદરા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે.આ ઘટના જાેનાર પહેલાં વ્યક્તિ નકુલીશ સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક સિલિન્ડર ખાલી થઈ ગયો હતો. બીજાે સિલિન્ડર જાેઈન્ટ કરતા હતા. આ સમયે ખાલી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હતો. આ દરમિયાનમાં ઘરના સભ્યો લીકેજ બંધ કરવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ ઘરના સભ્યોથી ગેસ્ટ લીકેજ બંધ થયો ન હતો. આથી ફળિયામાં બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને મોટું ટોળું ભેગું થયું હતું. તે જ સમયે એક સિલિન્ડરનું બર્ન છૂટતા તે બીજા સિલિન્ડરને વાગ્યું હતું. જેથી મોટો સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં આજુબાજુમાં ઉભેલા તમામ લોકો દાઝી ગયા હતા.