જમ્મુ કશ્મિર-

આસામના દક્ષિણ સલમારા મનકાચરમાં બુધવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. જોકે, આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ બપોરે 2:59 વાગ્યે આવ્યો હતો અને તેની ઊંડાઈ 10 કિલોમીટર અંદર હતી. ભૂકંપનો આંચકો આવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આસામ બાદ જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં લોકોએ લગભગ 4.02 વાગ્યે થોડીક સેકન્ડ માટે આંચકા અનુભવ્યા.જમ્મુ-કાશ્મીર હવામાન વિભાગે જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સને ટાંકીને જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હતું અને તેની ઊંડાઈ 132 કિમી હતી. તે જ સમયે, તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. જો કે, જમ્મુ-કાશ્મીરમાં કોઇપણ જગ્યાએથી કોઇ જાનહાનિ અથવા સંપત્તિના નુકશાનના અહેવાલ નથી.