ગોધરા, તા.ર 

કાલોલ પોલીસ સ્ટેશનના પોસઈ એમ એલ ડામોરને શનિવારે રાત્રિના સુમારે પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે છાપો મારતા શહેરના કાછીયાવાડ વિસ્તારમાં કેટલાક ખેલૈયાઓ સ્ટ્રીટ લાઇટના અજવાળે પૈસાથી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા જોવા મળતા પોલીસે જરૂરી સ્ટાફ દ્વારા જુગાર રમતા જુગારીયાઓને ઘેરી લેતા છ જેટલા જુગારીઓ જુગારના સાધનો સહિત રંગેહાથ ઝડપાયા હતા. જ્યાં જુગારીયાઓની અંગજડતીમાંથી રૂ ૮૬૫૦, દાવ પરના રૂ. ૨૫૯૦ અને એક મોબાઈલની કીંમત રૂ.૫૦૦૦ મળી કુલ રૂ. ૧૬૨૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ છાપામાં ઝડપાયેલા જુગારીયાઓ નામે ૧) હષિઁલ વિજયભાઈ પરીખ (રહે .કાછીયાવાડ, કાલોલ) ૨) આકાશ ગોકુળદાસ કાછીયા, (રહે .કાછીયાવાડ, કાલોલ) ૩)હિતેશ રાજેન્દ્રકુમાર શેઠ, (રહે.સુથાર ફળીયા, કાલોલ) ૪)રાકેશ શશીકાંત પરીખ (રહે.હનુમાન ફળીયા, કાલોલ) ૫)વિરલ હસુમુખભાઈ સોલંકી(રહે.નવાપુરા, કાલોલ) ૬)હષિદ કૌશીકભાઈ મહેતા, (રહે.સોની ફળીયા, કાલોલ)જુગારીઓ સામે જુગારધારા હેઠળ કાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.