દિલ્હી-

ઇન્ડોનેશિયાના માલુકુ પ્રાંતમાં ધરતીકંપ ના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રાથમિક માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે, લોકોના મકાનોને નુકસાન થયું હતું. વિડિઓ ફૂટેજમાં સમુદ્રમાં ઊચા મોજા ઉઠતા જોવા મળે છે. પ્રાંતિજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના સેક્રેટરી સાસ સાઇલોંગે જણાવ્યું હતુ કે, " ભૂકંપથી ઘણા મકાનો ધરાશાયી થઈ ગયા હતા અને લોકો સલામત સ્થળોએ જઈ રહ્યા હતા."