/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દબાણો દૂર કરાતા પાલિકાની ટીમ મોર્નિંગ વોકરો વચ્ચે બોલાચાલી

વડોદરા, તા.૩૦

વડોદરાનાં કમાટીબાગ ખાતે મોટી સંખ્યામા મોર્ન્િંાગ વોકરો આવે છે. ત્યારે બગીચાની બહાર ફૂટપાથ ઉપર વહેલી ખાણી-પીણીની ઉભી રહેતી લારીઓ તેમજ ટેબલો સામે આજે ફરી એકવાર દબાણ ટીમ ત્રાટકી હતી. જાેકે, દબાણ શાખાની ટીમ દ્વારા એક ચ્હાની કીટલી સહિત અન્ય દબાણો દૂર કરતાં દબાણ શાખાની ટીમ અને મોર્નિંગ વોકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કમાટીબાગમાં વહેલી સવારે અનેક લોકો મોર્નિંગ વોક માટે આવે છે. કમાટીબાગમાં મોર્નિંગ વોકરો મોટી સંખ્યામાં આવતાં હોવાથી કમાટીબાગની બહાર ફૂટપાથ ઉપર ચ્હાની કીટલી, હેલ્દી ફૂડ,જ્યુસ સહિત ખાણી પીણીની લારીઓનો જમાવડો હોંય છે. ફૂટપાથ ઉપર ચ્હા-નાસ્તાની લારીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી હોંવાથી તેમજ આ લારીઓ ઉપર મોર્નિંગ વોકરો ચ્હા-નાસ્તા માટે ધસારો થતો હોવાથી રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી.તાજેતરમાં પણ પાલિકાની દબાણ શાખા વહેલી સવારે ત્રાટકી હતી અને કમાટીબાગ રોડ ઉપર ગેરકાયદેસર ઊભી રહેતી. ખાણી-પીણીની લારીઓ તેમજ પથારાઓ કબ્જે કર્યા હતા. આજે રક્ષાબંધન પર્વે પણ મોટી સંખ્યામાં મોર્નિંગ વોકરોનો કમાટીબાગમાં આવ્યા હતા. ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ સવારે ત્રાટકી હતી અને ગેરકાયેદસર દબાણ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક ચ્હાની લારી પણ કબ્જે કરી હતી. પાલિકાની દબાણ શાખા દ્વારા ચ્હાની લારી કબ્જે કરતાં મોર્નિંગ વોકરો આવી પહોંચ્યા હતા અને ચ્હાની લારી મુક્ત કરવા માટે રજૂઆત કરી હતી. અને દબાણ ટીમ અને વોકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જાેકે, આજે રક્ષાબંધનના પર્વેે પણ પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખતાં વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution