આણંદ, તા.૧૦ 

આણંદની જીએસટી ઓફિસમાં કામ અર્થે ગયેલાં એક નાગરિકનો કડવો અનુભવ થયો હતો. ઓફિસમાં જઈને જાેયું તો, પહેલાં સ્ટાફ આંગળીના વેઢે ગણી શકાય તેટલો માંડ હતો. આ નાગરિકને થયું કદાચ કોરોના કાળમાં ઓછા સ્ટાફથી કામ થતું હશે. પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, ૩૦ ટકા સ્ટાફ સાથે અહીં કામ કરવામાં આવી રહ્યું છે. જાેકે, આ નાગરિકે વધુ માહિતી માગી તો હાજર કર્મચારીએ જ કહ્યું કે, ઓફિસમાં કુલ ૩૫ કર્મચારી છે, જેમાંથી હાલ ૩ કર્મચારી જ હાજર છે. ત્યાં સુધી પણ વાંધો ન હતો, પણ હાજર ૩ કર્મચારીમાંથી એક સોફા પર ઘરની જેમ આરામથી સૂઈ ગયો હતો. અલબત્ત, કોરોનાની મહામારીમાં આજે અનેક સરકારી કચેરીઓ ફ્રંટલાઇન વોરિયર્સની જેમ કામ કરી રહી છે ત્યારે આણંદની જીએસટી ઓફિસમાં કંઈક આવું વાતાવરણ હતું. મજાની વાત તો એ છે કે, આ વિશે જ્યારે આણંદના મદદનીશ જીએસટી કમિશનર અરવિંદ પ્રસાદને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ બિંધાસ્ત એવું કહ્યું હતું કે, અમે લોકો માત્ર ઓફિસ ટાઇમ નહીં, ૨૪ કલાક ડ્યૂટી પર હોઈએ છીએે. આજે કામ અમે ઘરેથી જ કરીએ છીએ. ઓફિસમાં કોઈએ જવાની કોઈ જરૂર નથી. કર્મચારી સૂવે છે કે કામ કરે છે? એ કોઈએ જાેવાની જરૂર નથી. મને મારી ઓફિસમાં શુંચાલે છે, તેની બધી ખબર હોય છે.