વડોદરા,તા.૨૨

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારને અશાંતધારામાં સમાવવાને માટે ૩૦૦ જેટલા સ્થાનિકોએ પોલીસ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે. તેમજ આ બાબતને લઈને પોતાના નિવેદન આપ્યા છે. જેમાં ફતેગંજ નાગરિક સમિતિના નેજા હેઠળ આ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીઓ, ફ્લેટો, ટેનામેન્ટ ધારકો, અન્ય બજારો અને શેરીઓમાં રહેતા તમામ લોકો રજુઆતમાં જાેડાયા હતા. વડોદરા જિલ્લા કલેકટર દ્વારા કરાયેલા આદેશને પગલે ફતેગંજ વિસ્તારના હિન્દુ રહેવાસીઓની રજૂઆત સાંભળીને નિવેદનો લેવાને માટે જિલ્લા કલેકટરાલય દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.આના પગલે મોટી સંખ્યામાં નાગરિકો પોતાનું નિવેદન આપવાને માટે પહોંચી ગયા હતા. જેઓએ ફતેગંજ ઉપરાંત શહેરના સંપૂર્ણ હિન્દુ વસ્તી ધરાવતા પાંચ વિસ્તારોને બચાવવાને માટે મક્કમ લડત આપી રહ્યાનું જણાવ્યું હતું. આ વિસ્તારોમાં કારેલીબાગ, સમા, પ્રતાપગંજ, નિઝામપુરા વગેરેનો સમાવેશ થાય છે.

તાજેતરમાં આ બાબતને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.એને ફતેગંજના સ્થાનિકો દ્વારા આવકારવામાં આવી છે, પરંતુ એની સાથોસાથ જણાવ્યું છે કે અમે આ બાબતે પોલીસ અને તંત્ર સમક્ષ છેલ્લા ૧૫-૧૫ વર્ષથી આ અંગેની રજૂઆત કરતા આવ્યા છે. ત્યારે જાે ધ્યાન આપવામાં આવ્યું હોત તો આટલી ગંભીર સ્થિતિ સર્જાઈ ન હોત.હવે તો આગ લાગ્યા પછીથી કૂવો ખોદવા જેવી વાત છે.તેમ છતાં જાગ્યા ત્યારથી સવાર સમજીને આ બાબતનો વહેલી તકે ર્નિણય લેવામાં આવે એમ રજૂઆતકર્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું. ફતેગંજ નાગરિક સમિતિના જયેશ પરીખે ઉમેર્યું હતું કે, જાે આ અંગે ત્વરિત ર્નિણય લેવામાં આવશે નહિ તો આ વિસ્તારના હિન્દુઓએ નિરાશ્રિત તરીકે રહીને જીવવું પડશે.

આ વિસ્તારની આસ્સપાસ એમ.એસ.યુનિવર્સીટી જેવી વિશ્વ વિખ્યાત શૈક્ષણિક સંસ્થા અને ઈ.એમ.ઈ જેવી લશ્કરની સંસ્થાઓ આવેલી છે. એને પણ આની અસર આવનાર નજીકના ભવિષ્યમાં પડશે. એ બાબત ધ્યાનમાં લઈને ફતેગંજને અશાંતધારામાં સમાવવાને માટે તાકીદે ગંભીરતાપૂર્વક વિચારવું જાેઈએ. આ ફતેગંજ વિસ્તાર અત્યંત નાનો વિસ્તાર છે.આ વિસ્તારમાં તમામ કોમના લોકોની વસ્તી છે. તેમ છતાં ચૂંટણીઓની રીતે જાેવા જઈએ તો આ વિસ્તારમાં ત્રણ ત્રણ વોર્ડ આવે છે.

આ વોરદોના ડિવિઝને અહીંના બહુમતિઓનું ડિવિઝન કરી દીધું હોય એવી લાગણી મોટાભાગના હિન્દૂ રહીશોને અનુભવાઈ રહી છે. આ વિસ્તારનો વિકાસ પણ યોગ્ય પ્રમાણમાં થયો નથી.અહીંના જન પ્રતિનિધિ પણ અન્ય વિસ્તારમાંથી આવતા હોવાથી યોગ્ય ધ્યાન આપી શકતા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી.આ વિસ્તારમાં હાલમાં જે કોઈ મિલ્કતો નિર્માણ પામી રહી છે.ત્યાં એવી સ્પષ્ટ સૂચના લખવામાં આવે છે કે માત્ર મુસ્લિમ પરિવારોને માટેની યોજના. જેને લઈને ક્રમશઃફતેગંજમાંથી હિંદુઓ પલાયન થઇ રહ્યા છે. એને અટકાવવાને માટે પણ આ વિસ્તારમાં તાકીદે અશાંતિધારો લાવવો જાેઈએ એવી પોલીસ સમક્ષ રજુઆતમાં માગણી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં હાલમાં જે રહેઠાણોની યોજનાઓ લઘુમતીઓને માટે બની રહી છે.એ સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે યોજવામાં આવી છે. આવી ૮-૧૦ યોજનાઓ હાલમાં વિકસી રહી છે. જેના ઉપર તાકીદે અશંતધરો લાગુ કરવો કોઈએ એવી પણ માગણી રજુઆતમાં કરવામાં આવી હતી. આ વિસ્તારમાં જાે આમને આમ ચાલ્યું તો આગામી દિવસોમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે એવી આશંકા પણ રજુઆતમાં કરવામાં આવી છે. આ વિસ્તારમાં રહેતા મોટાભાગના હિંદુઓ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે.તેઓ સધ્ધર નથી.જેથી જાે તેઓને પોતાની મિલ્કત વેચીને સ્થળાંતર કરવાનો વારો આવશે તો નવી મિલ્કત ખરીદી શકવાને શક્તિમાન નથી.જેને કારણે તેઓ છત વિનાના બની જશે એવો ભય પણ પોલીસ સમક્ષ કરાયેલી રજુઆતમાં વ્યક્ત કરાયો હતો. હાલમાં ફતેગંજની જે કઈ સ્થિતિ છે.એને માટે માત્રને માત્ર પાલિકાના અધિકારીઓ અને રાજકારણીઓ જવાબદાર હોવાનું રજૂઆત કરનાર સંગઠનોએ જણાવ્યું હતું.