વાઘોડિયા,તા.૨૨

તાલુકામાં સહિત જિલ્લાના સંખેડા, ડભોઈ અને વડોદરા શહેરમા અલગ અલગ વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષથી ઘર બહાર રાતે સુતા લોકોના તકીયા નીચેથી અથવાતો બાજુમા મુકેલા મોબાઈલની ચોરી કરનાર સખ્સને વાઘોડિયાના માડોધર ગામના ત્રણ રસ્તા પાસેથી જડપી પાડ્યો હતો. વાઘોડિયાના હિંમતપુરા ગામે ભાડાના મકાનમા રહેતો શૈલેષ ઊર્ફે બોબો જીવણભાઈ વસાવા( મુડ. રહે, ઘનયાવી, તા.જી. વડોદરા)નાઓ ઘર બહાર સુતેલા લોકોના મોબાઈલ ચોરી કરી વેચી દેતો હતો.જે બાબતની બાતમી વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મડતા તેવોએ સાંગાડોલ તરફથી વાઘોડિયા તરફ આવતા આ રીઢા મોબાઈલ ચોરને શંકાસ્પદ રીતે અટકાવી પુછપરછ કરતા તેણી પાસેથી ત્રણ મોબાઈલ ફોન મડી આવ્યા હતા. જે બાબતનો યોગ્ય ખુલાસો કર્યો ન હતો. જેથી એલસીબીએ વિશ્વાસ આપી પુછપરછ કરતા તેણે વાઘોડિયા, સંખેડા અને ડભોઈ સહિત વડોદરા શહેર વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષમા ૨૮ જગ્યાઓ પરથી ૩૧ નંગ વિવિઘ કંપનીના મોબાઈલ કિંમત ૨,૪૫૦૦૦/- ના મોબાઈલ ચોરી કર્યાનુ કબુલાત કરી હતી.