વડોદરા, તા. ૮

માહેશ્વરી સમાજના બહેડિયા પરીવાર દ્વારા આયોજીત શિવમહાપૂરાણ કથાનો અંતિમ દિવસ હોવાથી હજારોની સંખ્યામાં ભક્તોનું માનવમહેરામણ કથા સાંભળવા માટે પધારશે. અઠવાડિયા થી ચાલી રહેલ આ કથાને સાંભળવા માટે દેશ ભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે ત્યારે કાલે કથાનો અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લેવા આવશે.

લક્ષ્મીદેવી અને પન્નાલાલજીના પૌત્ર સ્વ. કાવ્યની સ્મૃતિમાં ભવ્ય શિવમહાપુરાણ કથાનો ગત. તા. ૩ નારોજથી પ્રાંરભ કરવામાં આવ્યો હતો. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત આ મહા શિવ પૂરાણ કથા આંતરરાષ્ટ્‌ીય સ્તરના કથાકાર પ્રદિપ મિશ્રાના સ્વરે મહા શિવ પૂરાણ કથા યોજવામાં આવી રહી છે ત્યારે કથાની પૂર્ણાહૂતિને માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે મોટી સંખ્યામાં શીવભક્તો કથાનો લાભ લેવા માટે ઉમટેલા જાેવા મળ્યા હતા.ભવ્ય શીવપૂરાણ કથામાંં બાર જ્યોર્તિલીંગ અને નવનાથ મહાદેવના નામે એકવીસ વિભાગ અનુસાર પંડાલ બનાવવામાં આવ્યા છે. જયાં કથા સાંભળવા આવનાર ભક્તો માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.