મહેસાણા-

સુરતના બજારમાં રહીને આર્થિક ધિરાણ લેવા માટે નકલી સોનુ પધરાવીને આઇસીઆઇસીઆઇ બેંકની વિવિધ શાખાઓ સાથે અઢી કરોડથી પણ વધારે રકમની ગોલ્ડ લોન લઈ છેતરપિંડી આચરનારા જય સોનીને મહેસાણા એલસીબીએ ઝડપી પાડ્યો હતો.

વિજારપુરનું કુકરવાડા ગામ સોના-ચાંદીનું બજાર પ્રખ્યાત છે. ત્યાં આરોપી જય સોની આવ્યો હોવાની માહિતી મળતાં મહેસાણા એલસીબીએ જય સોનીને કુકરવાડાથી ઝડપીને પ્રાથમિક પૂછપરછ કરી હતી.

આરોપી પોતે દિલ્લીથી બનાવટી સોનુ લાવીને જુદા-જુદા ગ્રાહકોને સાથે રાખીને નકલી સોના પર ગોલ્ડ લોન લેતો હતો. આ પ્રકારે ઠગબાજી આચરતો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે આરોપીને નજીકના વસઈ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.