આણંદ-

આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રાહત દરે ઘરવખરી અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી શકે તે માટે પોલીસ મોલ શરૂ કરવામાં આવ્યો છે. પ્રજાનો રક્ષક એટલે પોલીસ અને આ જ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને બજાર કરતા ૧૫ થી ૨૦ ટકા જેટલા રાહત દરે જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના આશયથી આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડ કોટર ખાતે પોલીસ મોલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આજથી શરૂ કરાયેલા આ મોલ નુ ઉદ્ઘાટન અમદાવાદ રેન્જ આઇ.જી.પી કેસરીસિંહ ભાટી ના હસ્તે કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પોલીસ મોલના આ ઉદ્ઘાટન પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ મિતેશ પટેલ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લાના ધારાસભ્યો અને રાજકીય અગ્રણીઓ અને ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતા. પોલીસ મોલ ખુલ્લો મૂકવાથી હવે જિલ્લા પોલીસના કર્મચારીઓથી લઇને અધિકારીઓને ઘરવખરીની અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ પગરખાં અને ઇલેક્ટ્રીક વસ્તુઓ રાહત દરે મેળવી શકશે.