વડગામ : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રામાં શ્રમ અને રોજગાર તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાવણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બેસ્ટા આત્માન ફાર્મર્સ એવોર્ડ વર્ષ ૨૦૧૮-૧૯ના વિજેતા ખેડૂતોને મંત્રીના હસ્તે શાલ ઓઢાડી સન્મા્‌ન કરી ચેક અને મોમેન્ટો્‌ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને વિવિધ સહાયના મંજુરીપત્રો મંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિથત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, આજે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે. જેથી સમગ્ર દેશમાં હર્ષનો માહોલ છે. મંત્રી દિલીપકુમાર ઠાકોરે કહ્યું કે કૃષિ એ આપણા દેશમાં પ્રાચીન યુગથી ઋષિઓની પરંપરા રહી છે. અનાદિકાળથી કુદરતના ખોળે કુદરતી સંસાધનોથી ખેતી કરતો આપણો દેશ ઝડપભેર આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રગતિ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે વિકાસપુરૂષ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ‍ મોદીના નેતૃત્વહેઠળ વિકાસ અને સુશાસનના ફળ સમગ્ર દેશમાં છેવાડાના વિસ્તારો અને લોકો સુધી પહોંચી રહ્યા છે. દિલીપકુમાર ઠાકોરે પ્રાકૃતિક ખેતીનું મહત્વં સમજાવતાં જણાવ્યું કે, કોરોના વાયરસના પ્રકોપ સામે રોગ પ્રતિકારક શક્તિનું મહત્વળ આપણને સારી રીતે સમજાયું છે ત્યા રે રાસાયણીક ખાતરો અને જંતુનાશક દવાઓ વિનાની પ્રાકૃતિક ખેતી કરી પરિવાર અને સમાજને તંદુરસ્તત અને નિરોગી બનાવીએ. તેમણે કહ્યું કે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાપ્સા દસપર્ણી અર્ક વગેરેના સંયોજનથી કૃષિને વધુ ફાયદાકારક બનાવી શકાશે. તેમણે ઉમેર્યુ કે એગ્રીકલ્ચવર ટેકનોલોજી મેનેજમેન્ટપ એજન્સી (આત્માણ) ડીસા પણ આ દિશામાં પ્રયત્નકશીલ છે. મંત્રી ઠાકોરે કહ્યું કે ગયા અઠવાડીયે ખેડૂતોને રૂ. ૪૦૦ કરોડની સહાય ચુકવાઇ હતી. આ પ્રસંગે વડગામ તા. પંચાયતના પ્રમુખ પરથીભાઇ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્ય અશ્વિનભાઇ સકસેના, સરપંચ શ્રીમતી મંજુલાબેન માજીરાણા, પ્રાંત અધિકારીએસ.ડી. ગીલવા, જી. ખેતીવાડી અધિકારી પી.કે. પટેલ, પ્રગતિશીલ ખેડૂતો ભીખાજી સોલંકી, અમરતભાઇ ઠાકોર સહીત સારી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિંત રહ્યા હતા.