છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદી ઉપર દૈનિક નિયંત્રણ માટે ભારતીય કિસાન સેના સેક્યુલર દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું.રાજ્યમાં ૨૯ કેન્દ્રો ફકત ૫૦૦૦ ગાંસડી પ્રતિ દિન કપાસની જ ખરીદી કરવાના મામલામાં ભારતીય કિસાન સેના દ્વારા છોટા ઉદેપુરના અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં કપાસની ખરીદી પર સરકાર દ્વારા જે અંકુશ લાદી લેવામાં આવ્યો છે તે પરત ખેંચવામાં આવે આ કાયદો વહેલી તકે પાછોં ખેંચવામાં નહી આવે તો ભારતીય કિસાન સેના સેક્યુલર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાની બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જયાં કપાસ વેચવા માટે આવી રહેલા ખેડૂતોના વાહનોની લાઇન લાગી છે. 

 લાંબી કતારો પરંતુ સીસીઆઈના નવા નિયમ મુજબ આ તમામ ખેડૂતો પોતાની મહામહેનતે પકવેલા પાકને ટેકાના ભાવે નહિ વેચી શકે.

સીસીઆઈ દ્વારા ૨૪મી ડિસેમ્બરે એક પરિપત્ર જાહેર કરી રાજ્યમાં ૨૯ કેન્દ્રો ઉપરથી ફકત ૫૦૦૦ ગાંસડી પ્રતિ દિન કપાસની જ ખરીદી કરવાના મામલામાં ભારતીય કિસાન સેના દ્વારા છોટાઉદેપુર જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં કરવામાં આવેલી રજૂઆત મુજબ કપાસની ખરીદી પર સરકાર દ્વારા જે અંકુશ લગાવામાં આવ્યો છે. તેને પરત ખેંચવામાં આવે એટલે કે આ કાયદો વહેલી તકે પાછોં ખેંચવામાં નહી આવે તો ભારતીય કિસાન સેના સેક્યુલર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કિસાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મન્સુરીના જણાવ્યા મુજબ સરકારના કાયદા મુજબ સી.સી.આઈ દ્વારા સમગ્ર ગુજરાતના ખેડૂત પાસેથી માત્રને માત્ર ૫૦૦૦ જેટલી ગાંસડીઓની ખરીદી કરવામાં આવશે. જ્યારે હાલની પરીસ્થિતી જાેતા ગુજરાતમાં પ્રતિ દિન ૫૦૦૦૦ ગાંસડી ખરીદી કરવા માટે સક્ષમ છે, ત્યારે નવા કાયદા મુજબ માત્ર ૫૦૦૦ ગાંસડીઓની ખરીદી કરવામાં આવશે. આ રીતે જેમ મર્યાદિત કપાસની ગાંસડીઓની ખરીદી કર્યા બાદ બાકી રહેલા કપાસની ખરીદી વેપારીઓ પોતાના ભાવે ખરીદી લેશે. દિવસેને દિવસે ખેતી ઉત્પાદન ખર્ચાળ અને મોંઘા બની રહ્યા છે ત્યારે કેન્ગ્ર સરકારના મુંઝવણભર્યા અને ખેડૂત વિરોધી આવા કાયદાને કારણે ખેડૂતોએ પોતાનો બાકીનો માલ પણ ખોટ સાથે વેચવા મજબૂર બનશે.